જામકંડોરણાના પંથકમાં કાળઝાળ ગરમીને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું, રસ્તા ઉપર કર્ફયુ જેવું માહોલ

0
118

IMG-20170307-WA0015_crop_343x420

logo-newstok-272-150x53(1)

ALPESH TRIVEDI – DHORAJI

જામકંડોરણા સહીત ગુજરાત ભરમા ચાલુ વર્ષે ગગન માંથી અગનગોળા વરસતા જામકંડોરણાની બજારમાં આજે કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો હતો. ગરમીનો પારો 40 ડીગ્રીની આસપાસ પહોંચી જતાં અબાલ વૃધ્ધ, પશુ, પંખીઓ માટે વાતાવરણ આફતરુપ સાબીત થઈ રહ્યું છે વધતી જતી ગરમીને રસ્તા પર વાહનની અને લોકોની પાંખી હાજરી જોવા મળી રહી છે રસ્તા સુમસામ બની જતા જામકંડોરણામા કર્ફ્યુ લદાયો હોય તેવો માહોલ સર્જાયો હતો.

બપોરે 11 વાગ્યા પછી સૂર્ય નારાયણ અગન વર્ષા શરૂ કરી દેતાં ગરમી તેનુ રોદ્મ સ્વરૂપ ધારણ કરી લે ત્યારે કુદરતે 144 કલમ લગાવી દીધી હોય તેમ લાગી રહ્યું હતુ આ ગરમીથી બચવા જામકંડોરણામા ઠેરઠેર પાણી પરબો ધમધમવા લાગી છે, આ ઉપરાંત લોકો આઈસ્ક્રીમ, શરબતો, શેરડીનો રસ અને ઠંડા પીણા પર ધસારો જોવા મળ્યો હતો. વૃદ્ધો દ્વારા યુવાનો ઘરની આગળ પશુ પક્ષીઓ માટે પાણીના કુંડા મુકવા અપીલ કરવામાં આવી હતી.

PERSONA PLUZ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here