જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક જિલ્લા પ્રભારી મંત્રી ગણપતભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાઇ : ગુજરાત પેટર્ન હેઠળ રૂા. ૭૨.૧૯ કરોડના કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા

0
207

 

 

સ્થાનિક ગ્રામજનો અને ચુંટાયેલા પ્રતિનિધિઓનો સહયોગ લઇ પ્રાથમિક જરૂરિયાત પ્રમાણે કામો ઝડપથી પૂર્ણ કરવા : જિલ્લા પ્રભારી મંત્રી ગણપતભાઈ વસાવા

દાહોદ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળના વર્ષ-૨૦૧૮-૧૯ ના વર્ષ માટેના ગુજરાત પેટર્ન હેઠળના કામોના આયોજન માટેની બેઠક દાહોદ જિલ્લાના પ્રભારી અને આદિજાતિ વન, પ્રવાસન, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ગણપતભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સરદાર પટેલ સભાખંડ ખાતે યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા પ્રભારી મંત્રી ગણપતભાઈ વસાવાએ વર્ષ ૨૦૧૫ – ૨૦૧૬ થી ૨૦૧૭ – ૨૦૧૮ સુધીના બાકી કામોની સદરવાર ચર્ચા સમીક્ષા કરતાં તેને સમયમર્યાદમાં પૂર્ણ કરવા સંબંધિત અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી. નવા લેવાયેલા કામો પૈકી જરૂરિયાત મુજબના પ્રજાલક્ષી કામોને ધ્યાનમાં રાખી ઝડપથી શરૂ કરી તેને નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવાના રહેશે. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત પેટર્ન હેઠળ જે કામોની મંજૂરી આપવામાં આવેલ છે. તેને સ્થાનિક ગ્રામજનો અને ચુંટાયેલા પ્રતિનિધિઓનો સહયોગ લઇ કામ પ્રાથમિક જરૂરિયાત પ્રમાણે ઝડપથી શરૂ કરી પ્રજાને ઉપયોગી બને તેવી કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં રાજ્યના ગ્રામ વિકાસ, ગ્રામગૃહ નિર્માણ, પશુપાલન મંત્રી બચુભાઇ ખાબડે મંજૂર કરવામાં આવતાં કામોને અમલીકરણ અધિકારીઓએ સ્થળ ચકાસણી અવશ્ય કરવાની રહેશે. લોકોની જરૂરિયાત પ્રમાણે જે તે કામને સંવેદના સાથે પૂર્ણ કરવા ટકોર કરી હતી.
બેઠકમાં કલેકટર વિજયકુમાર ખરાડીએ ઉપસ્થિત અમલીકરણ અધિકારીઓને જે કામ મંજૂર કર્યા હોય તેને સ્થાનિક ગ્રામજનોને મળી સ્થળ તપાસ કરી લોકોના હિતમાં કામ પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી હતી.

બેઠકમાં ગુજરાત પેટર્ન હેઠળ તાલુકાવાર જોઇએ તો દાહોદ તાલુકામાં રૂા. ૧૨.૯૯, ગરબાડા તાલુકાના રૂા. ૯.૩૮ કરોડ અને ઝાલોદ તાલુકાના રૂા. ૧૪.૮૦, સંજેલી તાલુકાને રૂા. ૩.૯૭ કરોડ, ફતેપુરા તાલુકા માટે રૂા. ૧૦.૮૩, લીમખેડા તાલુકામાં રૂા. ૮.૩૦ કરોડ, ધાનપુર તાલુકાના રૂા. ૭.૫૮ અને દે.બારીયા તાલુકા માટે રૂા. ૪.૩૩ કરોડનું આયોજન કરવામાં આવ્યું હતું.
વર્ષ ૨૦૧૮-૧૯ માં ગુજરાત પેટર્ન હેઠળ સદર પ્રમાણે પાક અને કૃષિ વ્યવસ્થા માટે રૂા. ૬૭૬.૫૮ લાખના ૧૧૧ કામો, પશુપાલન વિભાગને રૂા. ૨૩૭.૯૨ લાખના ૪૮ કામો, ગ્રામ વિકાસના રૂા. ૩૧૪.૮૦ લાખના ૯૮૭ કામો નાની સિંચાઇમાં રૂા. ૧૧૫૫.૧૭ ના ૨૭૩૪ કામો, ગ્રામ્ય વિજળીકરણના ૨૪ કામો માટે રૂા. ૧૪૨.૬૧ લાખ, રસ્તા અને પુલો માટે રૂા. ૫૫૬.૫૨ લાખના ૧૯૬ કામો, સામાન્ય શિક્ષણ પાછળ રૂા. ૫૭૯.૨૫ લાખના ૩૩૭ કામો, કેપિટલ આઉટ લે પાણી પુરવઠાના ૧૮૨૩ કામો માટે રૂા. ૧૨૮૬.૯૧ લાખ, ગૃહ નિર્માણના કુલ ૫૧૧ કામો માટે રૂા. ૨૮૭ લાખ, પછાત વર્ગોના કલ્યાણ માટે ૯૬ કામો માટે રૂા. ૨૪૩.૪૬ લાખ એમ જિલ્લામાં ગુજરાત પેટર્ન હેઠળ સરકારના ૨૫ જેટલા સદરો હેઠળ કુલ રૂા. ૭૨.૧૯ કરોડનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

સમગ્ર બેઠકનું સંચાલન પ્રાયોજના વહીવટદાર જે.વી.સોલંકીએ કર્યુ હતુ. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી આર.કે.પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રમીલાબેન ભુરીયા,, ધારાસભ્ય સર્વે વજુભાઇ પણદા, શ્રીમતિ ચંન્દ્રીકાબેન બારીયા, ભાવેશ કટારા, તાલુકા પંચાયત પ્રમુખો, નિવાસી અધિક કલેકટર આર.એમ.ખાંટ, આયોજન અધિકારી કે.એસ.ગેલાત, નાયબ કલેકટર મધ્યાહન ભોજન વાધેલા તથા અમલીકરણ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here