જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાએ ઝાલોદની શાળાઓમાં ભૂલકાંઓનો કુમકુમ પગલાં પાડી પ્રવેશ અપાવ્યો

0
30

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ક્રાર્યક્રમ અંતર્ગત એસ.પી. બલરામ મીણા ઝાલોદની શાળાઓમાં ઉપસ્થિત રહ્યાં.

કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ક્રાર્યક્રમ અંતર્ગત જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાએ ઝાલોદની માંડલી ખુંટા પ્રાથમિક શાળા સહિતની શાળાઓમાં ઉપસ્થિત રહ્યાં હતા અને ભૂલકાંઓના કુમકુમ પગલાં પાડી પ્રવેશ અપાવ્યો હતો. તેમણે બાળકોને સ્કુલ બેગ, શૈક્ષણિક કીટનું વિતરણ કરીને તેમને પ્રોત્સાહન આપ્યું હતું.

જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાએ બાળકો તેમજ શિક્ષકોને સંબોધન કરતા જણાવ્યું કે, શાળાકીય જીવનમાં જ શિસ્ત શીખવા મળે છે. શાળામાં શીખેલા શિસ્તથી વ્યક્તિ કેળવણી મેળવે છે અને કેળવણી થકી વ્યક્તિ જીવનમાં સફળ થાય છે. શિક્ષકોએ બાળકોને પાઠયપુસ્તકો ઉપરાંત શિસ્ત સહિતના પાઠ શીખવવા જોઇએ. તેમણે બાળકોને વિવિધ શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું હતું અને બાળકોને પ્રોત્સાહન પુરૂ પાડયું હતું. બાળકોમાં પણ જિલ્લા પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિથી વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ પ્રસંગે સરપંચ, અગ્રણીઓ, ગ્રામજનો, શાળાના આચાર્ય, બાળકના વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સશક્ત નેતૃત્વમાં ત્રણ દિવસ માટે શરૂ થયેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ૧૭ મી શ્રૃખંલા રાજ્યભરમાં ચાલી રહી છે. ત્યારે દાહોદ જિલ્લામાં પણ પદાધિકારીઓ, અધિકારીઓ, આગેવાનો કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને સફળ કરવા કમર કસી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here