ઝાલોદની બી.એમ. હાઈસ્કૂલમાં સરાકારી આયુર્વેદ દવાખાનું, છાંસીયા અને સરકારી આયુર્વેદ જૈન મુક્તિ રંજન હોસ્પિટલ લીમડીના સંયુક્ત ઉપક્રમે આયુર્વેદ તથા હોમિયોપેથીના મફત નિદાન અને સારવાર કેમ્પનું કરવામાં આવ્યું આયોજન

0
83

THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS 

“આઝાદી ક અમૃત મહોત્સવ – હિન્દુસ્તાન @75” અંતર્ગત ઉજવણીના ભાગ રૂપે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામકશ્રી આયુષ મંત્રાલય, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદની બી.એમ. હાઈસ્કૂલમાં સરાકારી આયુર્વેદ દવાખાનું, છાંસીયા અને સરકારી આયુર્વેદ જૈન મુક્તિ રંજન હોસ્પિટલ લીમડીના સંયુક્ત ઉપક્રમે આયુર્વેદ તથા હોમિયોપેથીના મફત મેગા નિદાન અને ચિકિત્સા કેમ્પનું આયોજન આજે તા.૦૯/૧૦/૨૦૨૧ ને શનિવારના રોજ સવારના ૦૯:૦૦ કલાકથી બપોરના ૦૨:૦૦ કલાક સુધી કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં વૈદ્ય એ.કે. ગેલોત, વૈદ્ય એ.બી. બારીયા, વૈદ્ય એસ.કે. બોખાણી અને ડૉ. પી.યુ. નાયક (હોમિયોપેથી) દ્વારા સેવા આપવામાં આવી હતી. અને N.S.S. યુનિટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ઝાલોદ તથા કોરોના મુક્ત સમિતિ, ઝાલોદના સહયોગ થી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં તમામ પ્રકારના જુના હઠીલા રોગો જેવા કે.. કબજિયાત, એસિડીટી, સાંધાનો દુખાવો, જૂનો તાવ, શરદી, ખાંસી, ખસ, દાદર,ખરજવું અને સ્ત્રી રોગોમાં કમર દુઃખવી, માસિકમાં તકલીફ વગેરે જેવી બીમારીઓનું નિદાન કરી તે માટેની સારવાર અને દવાઓ વિના મૂલ્યે આપવામાં આવી હતી. અને કેમ્પના સ્થળે યોગ નિદર્શન અને શિબિરનું તા.૧૦/૧૦/૨૦૨૧ ને રવિવારના રોજ સવારમાં ૦૭:૦૦ કલાક થી ૦૮:૦૦ કલાક દરમિયાન આયોજન કરવામાં આવેલ છે. અને જેને પણ આ યોગ નિદર્શન અને શિબિરમાં ભાગ લેવો હોય તેઓએ પોતાનું પાથરણું ઘરે થી લઈને આવવાનું રહેશે. આ યોગ શિબિરનો તમામ નગરજનો લાભ લે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here