ઝાલોદની વેપાર ઉદ્યોગ બેંક ને ગુજરાત સ્ટેટ કો-ઓરપરેટીવ બેંક ફેડરેશન દ્વારા બેસ્ટ બેંક અને ઝીરો N.P.A. માટે એવોર્ડ એનાયત 

0
627
Keyur A. Parmar
Klogo-newstok-272-150x53(1)eyur Parmar – Dahod Bureau
ઝાલોદના મુખ્ય બજારમાં આવેલ વેપાર ઉદ્યોગ વિકાસ સહકારી બેંકને હાલમાં અમદાવાદ ખાતે યોજાયેલ ગુજરાત સ્ટેટ કો-ઓ. બેંક ફેડરેશનના એક સમરોહમાં ઝાલોદની આ બેંકને વડોદરા ઝોનમાં બેસ્ટ બેંક તથા ઝીરો N.P.A. માટે નેશનલ બેંક ફેડરેશનના ચેરમેન જ્યોતીન્દ્ર મહેતાના વરદ્દ હસ્તે ઝાલોદ વેપાર ઉદ્યોગ બેંકના ચેરમન જવાહરભાઈ અગ્રવાલને એવોર્ડ તથા સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ગુજરાતની  બેંકોના ચેરમેનો તને મેનેજરો તેમજ અન્ય સ્ટાફના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જયારે ઝાલોદ બેંક માંથી જવાહરભાઈ ઉપરાંત વાઈસ ચેરમેન નારણભાઈ કલાલ, મેનેજર ભાઈલાલભાઈ પટેલ અને રવિભાઈ અગ્રવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. બેંકના તમામ કર્મચારીઓમાં તથા સભ્યોમાં એવોર્ડ મળવાના કારણે ખુશીની લહેર દોડી ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here