ઝાલોદ તાલુકાનાં લીમડીમાં થોડા દિવસ અગાઉ લૂંટની ઘટનાનો ભેદ ગણતરીના દિવસોમાં જ ઉકેલતી લીમડી પોલીસ

0
497
 THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલ લીમડી નગરમાં થોડા દિવસ અગાઉ લુંટની ઘટના બની હતી. જેમાં અજાણ્યા ચોર ઈસમોએ એક વ્યક્તિ પાસેથી ચાંદીના ભોરીયા, મોબાઈલ ફોન વિગેરે લુંટી લઈ નાસી ગયાની ઘટના બની હતી. જેમાં લીમડી પોલીસે તાત્કાલિક તપાસનો ધમધમાટ આરંભ કરી સીસીટીવી ફુટેજાે સહિતની ચકાસણી કરતાં આરોપીઓ મોડાસા ગયાં હોવાનું માલુમ પડતાં પોલીસ કાફલો મોડાસા રવાના થયો હતો, અને લુંટમાં જે ફોર વ્હીલર વાહનનો ઉપયોગ કર્યાે હતો તેને ઈ–ગુજકોપ પોકેટ કોપ મોબાઈલ તથા CCTV ના આધારે મોડાસાની સલાટ ટોળકીને મોડાસાથી ઝડપી પાડી બે જણાને જેલ ભેગા કર્યાંનું જાણવા મળે છે, જ્યારે અન્ય આરોપીઓની પણ પોલીસે શોધખોળ ચાલુ રાખી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લીમડી નગરમાં લુંટ થઈ તે સ્થળે સુભાષ સર્કલ તથા ચાકલીયા સર્કલના CCTV ફુટેજ પોલીસે તપાસ કર્યાં હતાં. આ CCTV ની ચકાસણી દરમ્યાન શંકાસ્પદ ઈસમો તથા ગુન્હામાં વપરાયેલ ઈકો 4 વ્હીલર ગાડી જણાતાં પોલીસે આ દિશામાં તપાસનો આરંભ કર્યાે હતો. પોલીસે ગુજરાત પોલીસના ઈ – ગુજકોપ પ્રોજેક્ટના ફાળવેલ મોબાઈળ પોકેટ કોપમાં સર્ચ કરતાં ઈકો 4 વ્હીલર વાહન મોડાસાનું હોવાનું પોલીસ સમક્ષ સામે આવ્યું હતું. લીમડી પોલીસે વિલંબ કર્યાં વગર પોલીસની ટીમ મોડાસા જવા રવાના થઈ હતી. ટેકનીકલ માધ્યમોના આધારે પોલીસે લુંટમાં વપરાયેલ ઈકો 4 વ્હીલર સાથે બે ઈસમોને ઝડપી પાડ્યાં હતાં અને તેઓની પાસેથી ચાંદીના ભોરીયા, મોબાઈલ ફોન કિંમત રૂા.૪૫,૦૦૦/- તથા ગુન્હામાં વપરાયેલ ઈકો 4 વ્હીલર ગાડી કિંમત રૂા.૪ લાખ મળી કુલ રૂા.૪,૪૫,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરી બંન્ને લુંટારૂઓને લીમડી પોલીસ મથકે લઈ આવી હતી અને અન્ય આરોપીઓના પોલીસે ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે. ઝડપાયેલ આરોપીઓ રસ્તો બતાવવાના બહાને ભોગ બનનારને પોતાના વાહનમાં બેસાડી અવાવરૂં જગ્યાએ લઈ જઈ ધાકધમકી આપી બળજબરીપુર્વક કિંમતી ચીજ વસ્તુઓ કઢાવી લઈ ભોગ બનનારને વાહનમાંથી ઉતારી ભાગી જતાં રહેવાની મોડેસઓપ્રેંડી અપનાવતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here