ઝાલોદ તાલુકાના લીલવા દેવા ગામે રાત્રીના સમયે અચાનક મકાનમા ભીષણ આગ

0
393

pritesh panchallogo-newstok-272-150x53(1)Pritesh Panchal – Limdi

 

ઝાલોદ તાલુકાના લીલવા દેવા ગામે રાત્રીના સમયે અચાનક મકાનમા આગ લાગી જતા નાસભાગ મચી જવા પામી હતી જયારે ઘરમા રાખેલ અનાજ સહીત ઘરની તમામ ચીજ વસ્તુઓ આગમા બળી ખાખ થઈ જવા પામી હતી મળેલી માહિતી મુજબ લીલવા દેવા ગામના લબાના ગરવરભાઇ ભીખાભાઇ ગઇ કાલ સાંજે જમી પરવારી પોતાના પરિવાર સાથે સુતા હતા તે દરમિયાન રાત્રિના ૨:૦૦ વાગ્યાના અરસામા અચાનક ઘરમા આગ ફાટી નીકળી હતી જોત જોતામા આગે આખા મકાનને લપેટમા લેતા મકાનમા રાખેલ અનાજ ઘાસ ઘરવખરી સામાન મશીનની પાઇપો રસોડાનુ સામાન આ આગમા બળી ખાખ થઈ જવા પામ્યુ હતુ જયારે આ અંગેની જાણ ઝાલોદ ફાયરફાયટરને કરતા સત્વરે ફાયરફાયટર દોડી આવેલ અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો જયારે આગમા કુલ રુપિયા ૨,૮૯,૦૦૦ (બે લાખ નેવ્યાસી હજાર) નુ અંદાજીત નુકસાન થવા પામેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here