PRITESH PANCHAL –– JHALOD
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ ખાતે તાલુકા આરોગ્ય કચેરી દ્વારા ડો. ડી.કે. પાંડે ના માર્ગદર્શન હેઠળ ઝાલોદ એસ.ટી. ડેપોના અંદાજે ૧૦૦ જેટલા ડ્રાઇવર, કંડકટર તથા અન્ય કર્મચારીઓના કોરોના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તે બધાજ કર્મચારીઓના કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવેલ જેથી દરેક કર્મચારીઓએ રાહતનો દમ લીધો હતો અને ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.