ઝાલોદ બસ સ્ટેશનમાં ખિસ્સા કાતરુઓનો વધ્યો ત્રાસ : SBI કર્મચારીની પત્નીના ₹. ૮૩,૦૦૦/- મુદ્દામાલ સાથેના પાકીટની મહિલા અને બાળકી દ્વારા ચોરી

0
385

ઝાલોદ નગર બસ સ્ટેશનની અંદર ખિસ્સા કાતરુઓનો ત્રાસ વધ્યો. ઝાલોદથી પોતાના વતનમાં જતાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઝાલોદના કર્મચારીની પત્નીનું ઝાલોદ બસ સ્ટેશનમાં પાકીટ ચોરાયું ₹. ૮૩૦૦૦/- મુદ્દામાલ ચોરી કરી ચોર પલાયન, ઝાલોદ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી ફરિયાદ.

પ્રાપ્ત માહિતી મળેલ મુજબ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદના બસ સ્ટેશનમાંથી ગત  તા.૦૬/૦૯/૨૦૨૧ ના રોજ પોતાના વતન જતાં ઝાલોદ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારી નીરજભાઈ જયસ્વાલની પત્ની સ્મિતાબેન રાજસ્થાન રાજ્યની બસ છોટીસાદડી થઈ પ્રતાપગઢ રાજસ્થાન જવા બસ સ્ટેશન થી બસમાં જવા  નીકળેલ હતા અને તેઓ પોતાના દીકરાને લઈ ઝાલોદ બસ સ્ટેન્ડમાં આવેલ સિમેન્ટમાં ઓટલા પર બેસીને બસની રાહ જોતા હતા તે સમયે પ્રતાપગઢ રોડ વેજ બસ આવતા વધુ પડતી ભીડમાં બસમાં બેસવા જતા તેઓનું પાકીટમાં મુકેલા સોનાનાં ઘરેણાં જેની મૂળ કિંમત ₹. ૮૦,૦૦૦/- અને ₹. ૩૦૦૦/- હજાર રોકડા રૂપિયા મળી કુલ ₹. ૮૩૦૦૦/- ના મુદ્દામાલની અજાણ્યા ઈસમ દ્વારા ચોરી કરવામાં આવેલ. તેની ફરિયાદ ઝાલોદ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. જેની તપાસ ઝાલોદ પોલીસ દ્વારા CCTV ફૂટેજના આધારે કરવામાં આવેલ તેમાં એક મહિલા અને તેની સાથે આવેલ એક બાળકી આ સફળ કાવતરામાં CCTV ફુટેજમાં ઝડપાઇ ગયેલ અને પોલીસ દ્વારા તેની તપાસ આદરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here