ડિસેમ્બર માસમાં ક્રિસમસનો સમય હોય છે ત્યારે નાનકડા બાળકો માટે અધિકારીઓ જ શાંતા ક્લોઝ બને તો ???

0
45

ક્રિસમસનો સમય છે ત્યારે નાનકડા બાળકો માટે અધિકારીઓ જ શાંતા ક્લોઝ બને તો ??? કેવી સરસ વાત છે . આવું જ એક શાળા કે જે મિનાકયાર ખાતે સર્વોદય આશ્રમ શાળા નામની  શાળામાં ૨૦ દિકરીઓને ૬૦ જોડ બિલકુલ નવા કપડાં વિતરણ કરવામાં આવ્યા.

મુંબઈ ખાર ગારમેન્ટ આસોસિએશનના પ્રમુખ અને દાતા સવજીભાઈ બેરાની મદદથી ગરબાડા તાલુકાના છેવાડાના વિસ્તાર એવા મિનાકયાર ખાતે મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તારમાં આવેલી સર્વોદય આશ્રમ શાળાની ૨૦ દિકરીઓને ૬૦ જોડ બિલકુલ નવા કપડાં વિતરણ કરવામાં આવ્યા. આશ્રમ શાળાની બાળાઓને નવા કપડાં મળતા બાળાઓમાં ખુશીની લહેર જોવા મળી હતી.આ પ્રસંગે મામલતદાર કચેરી ગરબાડાના મામલતદાર મયંક પટેલ, નાયબ મામલતદાર હાર્દિક જોષી તેમજ ગામના આગેવાન હિતેશભાઇ તથા શાળાના આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here