તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ફેમ નટુકાકાની ડેમાઈની જી.આઈ.પી.એસ. ઈંગ્લીશ મીડીયમ સ્કુલના વાર્ષિક મહોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા

0
1063

Rakesh mahetalogo-newstok-272-150x53(1)Rakesh Maheta – Arvalli Bureau

 

અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના ડેમાઈ મુકામે જી.આઈ.પી.એસ. સ્કુલમાં તારીખ ૨૦/૦૩/૨૦૧૬ રવિવારના રોજ થનગનાટ વાર્ષિક મહોત્સવનું આયોજન સ્કુલ કેમ્પસમાં કરવામાં હતું આ કાર્યક્રમમાં અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમના બાળકો દ્વારા વિવિધ પરફોર્મન્સ આપવામાં આવ્યા હતા. શાળાના આ કાર્યક્રમમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંના કલાકાર ઘનશ્યામ નાયક ઉર્ફે નટુકાકા હાજર રહ્યા હતા. નટુકાકા મૂળ ગુજરાતના મહેસાણા જીલ્લાના વતની છે. તેઓએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં નાના ભૂલકાઓને ખુબ સારી રીતે ભણી પોતાના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો તેમ કહ્યું હતું નાના ગામડામાં પણ આવી સારી સ્કુલ દ્વારા સારું શિક્ષણ અપાતું હોવાથી શાળા સંચાલક ઉમંગ રાવલને અભિનંદન પાઠવ્યા હતા. નટુકાકાને જોવા લોકો દૂરદૂરથી લોકો આવ્યા હતા. તેમને જેઠાલાલ, દયાભાભી, બબીતાજી અને પોપટલાલને યાદ કરીને લોકોને ખુબ હસાવ્યા હતા અને પોપટલાલ માટે સારી કન્યા શોધવા માટે અપીલ કરી બધાને ખુશખુશાલ કરી દીધા હતા. આ વાર્ષિક મહોત્સવનું ખુબ સરસ રીતે આયોજન થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here