ત્વરિત નિર્ણય, શીઘ્ર અમલ : રાજ્યનાં 60 લાખ APL-1 કાર્ડ ધારકોને 13 એપ્રિલ – સોમવારથી મફત અનાજ વિતરણ

0
323

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

  • 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1-1 કિલો દાળ, ખાંડ, નમક તદ્દન નિઃશુલ્ક અપાશે.
  • APL-1 કાર્ડ હોલ્ડર માટે આવી યોજના જાહેર કરનાર પ્રથમ રાજ્ય બન્યું ગુજરાત
  • કાર્ડ ધારકોએ કાર્ડ ઉપરાંત આધાર કાર્ડ લઈ જવાનું રહેશે : રૂપાણી સરકારનું વધુ એક રાહતદાયક પગલું.

રાજ્યના APL-1 કાર્ડધારકોને 13 એપ્રિલથી કુટુંબ દીઠ 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાળ, 1 કિલો ખાંડ અને 1 કિલો મીઠા (નમક) નું વિતરણ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તાજેતરમાં સંવેદનશીલ નિર્ણય લઈને રાજ્યના આવા APL-1 કાર્ડ ધરાવતા 60 લાખ પરિવારોના અંદાજે 2.50 થી 3 કરોડ લોકોને એપ્રિલ માસ પૂરતું વિનામૂલ્યે અનાજ આપવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, APL – 1 કાર્ડ ધારકો માટે આવી યોજના જાહેર કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે.

કોરોનાને અનુલક્ષીને રાજ્ય સરકારે શ્રેણીબદ્ધ સંવેદનપૂર્ણ નિર્ણયો લીધા છે, અનેક રાહતો આપી છે. આ નિર્ણયથી મુખ્યત્વે મધ્યમ વર્ગને ખાસ્સી રાહત મળવાની છે. આગામી 13 એપ્રિલ 2020 થી રાજ્યના 60 લાખ APL-1 કાર્ડધારકોને વિના મૂલ્યે અનાજ વિતરણ 17 હજાર જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિતરણ કરાશે. આવા પરિવારોને ઓળખના પુરાવા તરીકે APL-1 કાર્ડ સાથે આધાર કાર્ડ લઈ જવાનું રહેશે.
13 એપ્રિલ થી 17 એપ્રિલ એમ પાંચ દિવસ માં આ અનાજ વિતરણ પૂર્ણ કરવામાં આવશે. જેની તારીખવાર માહિતી નીચે મુજબ છે.

આગામી તા.૧૩/૦૪/૨૦૨૦ થી APL કાર્ડ ધારકોને અનાજનું વિતરણ ગુજરાતની 17000 દુકાન પર મળશે.

  • તા.૧૩/૦૪/૨૦૨૦ ના રોજ જેમના રાશનકાર્ડના છેલ્લા અંક ૧ અને ૨ વાળાને મળશે.
  • તા.૧૪/૦૪/૨૦૨૦ ના રોજ જેમના રાશનકાર્ડના છેલ્લા અંક ૩ અને ૪ વાળા ને મળશે.
  • તા.૧૫/૦૪/૨૦૨૦ ના રોજ જેમના રાશનકાર્ડના છેલ્લા અંક ૫ અને ૬ વાળા ને મળશે.
  • તા.૧૬/૦૪/૨૦૨૦ ના રોજ જેમના રાશનકાર્ડના છેલ્લા અંક ૭ અને ૮ વાળા ને મળશે.
  • તા.૧૭/૦૪/૨૦૨૦ ના રોજ જેમના રાશનકાર્ડના છેલ્લા અંક ૯ અને ૦ વાળા ને મળશે.
  • તા.૧૮/૦૪/૨૦૨૦ ના દિવસે બાકી રહી જતા કાર્ડ ધારકોને અનાજનું વિતરણ પૂરું કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here