દક્ષિણ ભારતના કેરલ રાજ્યના કનૂર  જિલ્લાના RSS અને ભાજપના કાર્યકર્તાઓની નિર્મમ હત્યાની ઘટનાને વખોડીને ઘટનામાં યોગ્ય તપાસની માંગ સાથે વિરમગામ શહેર/તાલુકા ભાજપે તાલુકા સેવાસદન ખાતે પ્રાંત અઘિકારીને આવેદનપત્ર પાઠવ્યું.

0
403
piyush-gajjar-viramgam
logo-newstok-272-150x53(1)
 PIYUSH GAJJAR – VIRAMGAM
 
ઉલ્લેખનીય છે કે અગાઉ કેરલના કનુર અને પાલઘાટ જિલ્લામા આર એસ.એસ.ના ભાજપના કાર્યકર્તાઓ   ઉપર તેમના મકાનો પર હૂમલો કરી આંગ ચાપી દેવાતા જેમાં 2 વ્યક્તિઓના મોત નિપજ્યાં હતાં ઉપરાંત અનેક ભાજપ અને આર.એસ.એસ કાર્યકર્તાઓ ઘાયલ થયા હતા. આ મામલે ભાજપે કેરલ સરકારને સકારાત્મક પગલાં ભરવા માટે રજૂઆત કરી હોવા છતાં કોઇ પગલાં ભરાયા ન હતાં આ હૂમલા પાછળ સી.પી.એમ હૂમલાખોરોનો હાથ હોવા છતાં તેમણે પકડીને તેમની સામે પગલાં ભરવાને બદલે ભાજપના કાર્યકરોની ઘરપકડ કરવામાં આવી છે. આથી કેરલમા કાયદો અને વ્યવસ્થા જળવાય અને શાંતી સ્થાપિત થાય અને કોઇ ભેદભાવ વગર ગૂન્હેગારો અને પકડી યોગ્ય કાયદાકીય પગલાં ભરાય તે હેતુથી વિરમગામ શહેર/તાલુકા ભાજપે વિરમગામ પ્રાંત અઘિકારીને આવેદન પત્ર આપ્યુ હતુ. જેમાં વિરમગામ ભાજપાના નવદિપ ડોડીયા, હર્ષદ ઠક્કર, નરેશ શાહ સહિત શહેર અને તાલુકાના કાર્યકરો હાજર રહ્યા હતા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here