દાંતીવાડા તાલુકામાં આવેલ સરદાર કૃષિનગર એગ્રિકલચર યુનિવર્સીટીની વધતીજતી ભ્રષ્ટ નીતિઓ !

0
243

logo-newstok-272-150x53(1)

SPECIAL REPORT BY –  SACHIN RAO – DANTIWADA

 

    આરોગ્ય કેન્દ્રમાં એક્સરે ટેક્નિશીયની ની પોસ્ટ પર કાર્યરદ પંકજભાઈ દવેને સરદાર કૃષિનગર એગ્રિકલચર દ્વારા કહેવાયું કે એક્સરે મશીન ના હોવાથી તમારી જરૂર નથી .

28 વર્ષથી ફરજ બજાવતા કાયમી અધિકારીને અચાનક છૂટો કરી દેવાયો !

કાયમી અધિકારીને સાથે અન્યાય , એક્સરે ટેક્નિશીય પંકજભાઈ દવે લાચાર !

 navi 2images(2)

                    દાંતીવાડા તાલુકામાં આવેલ સરદાર કૃષિનગર એગ્રિકલચર યુનિવર્સીટી ના આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા 28 વર્ષથી એક્સરે ટેક્નિશીયની ની પોસ્ટ કાર્યરદ છે જેમને થોડાક સમયગાળા પહેલા સરદાર કૃષિનગર એગ્રિકલચર યુનિવર્સીટી પાયાવિહોણા કારણો બતાવી કાયમીપણે છુટા કરી દેવામાં આવ્યા છે તેમજ એક્સરે ટેક્નિશિયન પંકજભાઈ દ્વારા જણાવેલ કે 1979 માં તેમની ભરતી થયેલ તેમજ 1989 માં તેમને કાયમી ઓર્ડર આપેલ અને છેલ્લા 28 વર્ષથી તેઓ આરોગ્ય કેન્દ્રમાં કાયમી પોસ્ટ પર ફરજ બજાવતા હતા પરંતુ અચાનક સરદાર કૃષિનગર એગ્રિકલચર યુનિવર્સીટી દ્વારા જણાવેલ કે એક્સરે મશીન અત્યારે ના હોવાથી તમારી સેવાની કોઈજ પ્રકારની જરૂર નથી માટે તમને કાયમી માટે છુટા કરવામાં આવેછે તેમજ  પંકજભાઈ દ્વારા  પણ જણાવેલ કે સરકાર શ્રી દ્વારા બે વખત એક્સરે મશીન માટેની ગ્રાન્ટ પણ પાસ થયેલ પરંતુ સરદાર કૃષિનગર એગ્રિકલચર યુનિવર્સીટી દ્વારા ખરીદી કરવામાં આવેલ નહિ તો તેમાં મારી છું ભૂલ મારી કાયમી નોકરીમાંથી આમ અચાનક પાયાવિહોણા કારણો બતાવી મને છૂટો કરી દેવામાં આવતા હું ખુબજ લાચાર છું તેમજ મારી સાથે ખુબજ અન્યાય થયેલ છે અને બીજું કે હું કાયમી પોસ્ટ પર કાર્યરદ હોવાથી મને બીજી કોઈ જગ્યાએ કામગીરી માટે પણ મૂકી શકે પરંતુ આમ અચાનક છુટા કરવાથી હું ખુબજ લાચાર છું તેમજ મેં આની રજૂઆતો લેખિતમાં 1. કુલપતિ સાહેબ શ્રીને , 2. એગ્રિકલચર સેક્રેટરી , 3. કૃષિ મંત્રી સાહેબને , 4. મુખ્યમંત્રી સાહેબને કરેલ છે પરંતુ હજુ સુધી મને કોઈજ પ્રકારનો ન્યાય મળેલ નથી તો સરકાર શ્રી મારી વાત પર ધ્યાન કેન્દ્રિત કરી મને ન્યાય અપાવે તેવું જણાવેલ તેમજ એક્સરે ટેક્નિશિયન પંકજભાઈ ની આમ કાયમી નિવૃત્તિ આપી દેતા તેમના બાળકોનું ભાવિ અંધારામાં ધકેલાતું લાગી રહ્યું છેતો જવાબદાર અધિકારીઓ આની તપાસ કરાવી યોગ્ય ન્યાય અપાવે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here