દાંતીવાડા તાલુકામાં આવેલ સરદાર કૃષિનગર એગ્રિકલચર યુનિવર્સીટીમાં હેલ્મેટનો નિયમ અમલમાં લાવતા ખેડૂતોમાં રોષ !

0
126

Sachin Rao - Dantiwada

logo-newstok-272-150x53(1)

SACHIN RATHOD – DANTIWADA

 

સિક્યુરિટી ગાર્ડ દ્વારા વાલા દવલાની નીતિ મોટા માથાઓને કોઈ રોકટોક નહિ જયારે ગરીબ ખેડૂતો માટે ફરજીયાત હેલ્મેટ અમલીકરણ !

સરદાર કૃષિનગર એગ્રિકલચર યુનિવર્સીટીમાં ટૂંક સમયમાં કોલેજોના એડમિસન ઓપન થવાના છે ત્યારેજ હેલ્મેટનો નિયમ કેમ અમલમાં લવાયો ?

દાંતીવાડા તાલુકામાં આવેલ સરદાર કૃષિનગર એગ્રિકલચર યુનિવર્સીટીમાં છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે તેમજ છેલ્લા ઘણા સમયથી હેલ્મેટ અમલમાં લાવવામાં આવે છે ત્યારે અચાનક તે નિયમ બંધ કરી દેવામાં આવે છે આવું ઘણા સમયથી ચાલી રહ્યું છે ત્યારે ફરી આજ સવારથી હેલ્મેટનો નિયમ અમલમાં લાવવામાં આવ્યો છે તેમજ સરદાર કૃષિનગર એગ્રિકલચર યુનિવર્સીટીમાં આવેલ કોલેજોના એડમિશન પણ ટૂંક સમયમાં ચાલુ થવાના છે ત્યારે જિલ્લાના અલગ – અલગ ગામડાઓમાંથી ખેડૂતો એડમિશન અર્થે આવવવાની આજથી શરૂવાત થયેલ ત્યારેજ ગરીબ ખેડૂતોની હેરાનગરતી માટે અચાનક આજથી હેલ્મેટનો નિયમ અમલમાં લાવી દેવામાં આવેલ છે ત્યારે આવી ગરમીમાં ખેડૂતોને પોતાના વાહનો બહાર મૂકી દુરદુર શુધી અલગઅલગ ઓફિસોમાં જવું પડે છે અને ખાશ તો સરદાર કૃષિનગર એગ્રિકલચર યુનિવર્સીટીમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડની હરકતો તસ્વીરમાં કેદ થયેલ એક કહેવત છે ” તસ્વીર કભી જૂથ નહિ બોલતી ” તે પ્રમાણે સિકયુટી ગાર્ડ દ્વારા ગરીબ ખેડૂતોને રોકી સખ્તપણે નિયમનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે બીજી બાજુ તસ્વીરમાં કેદ મોટા માથાઓ તેમજ સિક્યુરિટી ગાર્ડના લાગતા વળગતા માટે જાણે કોઈજ પ્રકારનો નિયમ ના હોય તેરીતે હેલ્મેટ વગર અવરજવર કરતા નજરે પડી રહ્યા છે અને આ વિષય જિલ્લામાં વાયુવેગે પ્રસરી ચર્ચાસ્પદ બની ગયેલ છે તેમજ એવી લોકમાંગ ઉઠવા પામી છે કે ગરીબ ખેડૂતોને આરીતે હેરાન ના કરી હેલ્મેટમાંથી મુક્તિ આપવામાં આવે અને આ વાલાદવલાની નીતિનો અંત લાવવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here