દાંતીવાડા તાલુકામાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોને બટાકાના ભાવ માટે તેમજ દેવા માફી માટે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું

0
276

Sachin Rao - Dantiwadalogo-newstok-272-150x53(1)SACHIN RAO – DANTIWADA

 

અંદાજિત 31 કાર્યકર્તાઓની દાંતીવાડા પોલીસ દ્વારા અટકાયત કરાઈ. મેઈન રોડ પર ટાયર સળગાવી વાહનો રોકી વિરોધ પ્રદર્શન કરાયો.

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ખેડૂતોના બટેકાના નીચા ભાવ તેમજ દેવા માફી મુદ્દો ચર્ચામાં છે ત્યારે ગત રોજ કોંગ્રસના કાર્યકર્તાઓ દ્વારા દાંતીવાડા તાલુકામાં આવેલ બનાસ નદીના પુલ પર કોંગ્રસના કાર્યકર્તાઓ તેમજ ખેડૂતો દ્વારા બટેકા નાખી ટાયર સળગાવી ભાજપ વિરુદ્ધ નારાઓ લગાવી વાહનો રોકાવી હાઇવે ચકકાધામ કરી વિરોધ પ્રદર્શન કરેલ ત્યારે દાંતીવાડા PSI વી.એ.શાહ તેમજ પોલીસ કાફલો ત્યાં દોડી આવી રસ્તો ખુલ્લો કરાવી અંદાજિત 31 કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી આ કાર્યક્રમમાં દાંતીવાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નટવરસિંહ વાઘેલા, NSUI પ્રદેશ નેતા કરમશી રબારી, નાંદોત્રા બ્રાહ્મણવાસ સરપંચ અશોકભાઈ ભોજાણી, NSUI ધાનેરા વિધાનસભા પ્રમુખ અનિલભાઈ રબારી, નયનભાઈ, રાણાભાઇ રબારી તેમજ NSUI ના કાર્યકર્તાઓ, કોંગ્રેસના કાર્યકર્તાઓ અને તાલુકાના ખેડૂતો ઉપસ્થિત રહેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here