દાંતીવાડા તાલુકામાં NSUI યુથ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓ અને ખેડૂતોને થતા અન્યાયનાં વિરુદ્ધમાં બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું

0
267

Sachin Rao - Dantiwada

logo-newstok-272-150x53(1)

SACHIN RAO – DANTIWADA

દાંતીવાડા તાલુકામાં આવેલ ડાંગીયા ગામથી લઈને દાંતીવાડા ગામ સુધી NSUI યુથ સમિતિ અને કોંગ્રેસ યુથ સમિતિના સહકારથી કરમશી રબારી પ્રદેશ NSUI નેતાની આગેવાની હેઠળ સમગ્ર બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ બાઈક રેલીમાં મુખ્ય મહેમાનમાં કિસાન સંઘ પ્રમુખ કોંગ્રેસ નાથાભાઈ પટેલ, દાંતીવાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નટવરસિંહ વાઘેલા, જિલ્લા NSUI પ્રમુખ નીતિનભાઈ પટેલ, યુથ કોંગ્રેસ પ્રમુખ ધાનેરા હરચંદભાઈ રબારી, NSUI ધાનેરા વિધાનસભા પ્રમુખ અનિલભાઈ રબારી, પ્રમુખ વિધાનસભા દિયોદર યુથ કોંગ્રેસ સુરેશભાઈ રબારી, મહામંત્રી યુવક કોંગ્રેસ ધાનેરા નયનભાઈ જોષી, નાંદોત્રા બ્રાહ્મણવાસ સરપંચ અશોકભાઈ ભોજાણી તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ તેમજ આ રેલી દરમ્યાન નાથાભાઈ પટેલ તેમજ નટવરસિંહ વાઘેલા દ્વારા ભાજપ સરકાર પર આક્ષેપો કરવામાં આવ્યા તેમજ વિદ્યાર્થીઓ અને ખેડૂતોને ન્યાય અપાવા અમે બનતા પ્રયત્નો કરીશું તેવું કહેવામાં આવેલ અને નાંદોત્રા બ્રાહ્મણવાસ સરપંચ અશોકભાઈ ભોજાણી દ્વારા કહેવામાં આવેલ કે ભાજપ સરકાર દ્વારા દાંતીવાડા ડેમમાં નર્મદાના પાણીનો પ્લાન્ટ નાખી ફક્ત સોનાનો સુરજ બતાવેલ પરંતુ દાંતીવાડા ડેમમાં પાણીનું ટીપું પણ નાખવામાં નથી આવી રહ્યું તેમજ સરદાર કૃષિનગર એગ્રિકલચર યુનિવર્સીટીના વીસી પર પણ આકરા પ્રહારો કરવામાં આવ્યા કે વીસી સાહેબ પોતાની ભ્રષ્ટનિતી બંધ કરે. આમ આ સમગ્ર બાઈક રેલીનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને ખેડૂતોને થતા અન્યાય સામે યોજાવમાં આવેલ છે તેવું કરમશી રબારી પ્રદેશ NSUI નેતા દ્વારા જણાવેલ અને આ બાઇકરેલીમાં અંદાજિત 100 થી 120 બાઈક સવારો જોડાયેલ અને આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન દાંતીવાડા પોલીસ ચુસ્ત બંધોબસ્તમાં જોવા મળેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here