દાંતીવાડા તાલુકા પંચાયતમાં અમુક વિભાગોમાં અધિકારીઓની મનમાની! ગરીબ અને અભણ પ્રજાને એક ટેબલ પરથી બીજા ટેબલે ખાવા પડે છે ધરમધક્કા!

0
233
logo-newstok-272-150x53(1)
SACHIN RAO – DANTIWADA
દાંતીવાડા તાલુકા પંચાયતમાં સી.સી.ટીવી કેમેરા ના હોવાથી અધિકારીઓ પોતાની કામગીરી નિષ્ઠાપૂર્વક નિભાવતા નથી અને જોસી.સી.ટીવી કેમેરા હોય તો ગરીબ અને અભણ પ્રજા સાથે આ અધિકારીઓ કેવો વ્યવહાર કરે છે એ 
કેમેરામાં કેદ થઇ શકે છે.  મળતી માહિતી અનુસાર દાંતીવાડા તાલુકા પંચાયતમાં આજ રોજ ઓઢવા ગામના એક ગરીબ અને અભણ ખેડૂત એવા માળી ખેતાજી પોતે પોતાના ઘરે બનાવેલ શૌચાલય નો કેશ લઇ તમામ ડોક્યુમેન્ટ તેમજ તલાટી ના સહિ સિક્કા કરાવીને આવેલ પરંતુ પોતે અભણ હોવાથી કયા ટેબલ પર જવું તેની ખાશ માહિતી ના હોવાથી પોતે બે થી ત્રણ ટેબલ ની મુલાકાત કરેલ પરંતુ પોતાનું કામ ના થતા અંતે નિરાશતેમજ ધરમધક્કા ખાઈ પાછા ફર્યા ત્યારે કાકાનો પુત્ર મીડિયા મિત્રોને ઓળખતો હોવાથી મીડિયા મિત્રોનો સહારો લઇ ફરીથી તાલુકા પંચાયાત ઓફિસ માં ગયેલ ત્યારે દાંતીવાડા તાલુકાનું સાચું ચિત્ર બહાર આવેલ કે અધિકારીઓ પોતાના ટેબલની કામગીરી નેવે મૂકી બીજા ટેબલના અધિકારીઓ જોડે ગપ્પાબાજી કરતા જોવા મળેલ ત્યારે મીડિયા કર્મીઓને જોતા પોતાના ટેબલ પર પરત ફરી પોતાની કામગીરીસાંભળી અને કાકાને કહેલ કે અમે તમારું શૌચાલય જોઈ તમારું કામ કરી આપીશું. શું આ ગરીબ અને અભણ ખેડૂત કાકાને આ અધિકારીઓ દ્વારા પેલા આવો જવાબ ન હતો આપી શકતો ? દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારી આનાથી અજાણ છે ? કે પછી અધિકારીઓ ફક્ત એજન્ટો થી જ કામગીરી કરી આપે છે ? ત્યારે ગરીબ અને અભણ પ્રજા ક્યાર સુધી સાચા લાભથી વંચિત રહેશે એ તો આવનારા સમયમાં જ ખબર પડશે. આ સમગ્ર ભવાઈ શૌચાલયોની છે.
navi 2images(2)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here