દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ ઈન્દોર થી ગલિયાકોટ જવાના હોઈ દર્શન માટે રાહ જોતું ફતેપુરા વ્હોરા સમાજ

0
232

 

દાઉદી વહોરા સમાજના ધર્મગુરુ સૈયદના આલીકદર મુફદ્દલ સાહેબ ઈન્દોર થી ગલિયાકોટ જવાના હોય તેઓ શાંતિ એક્સપ્રેસ ટ્રેનમાં બેઠેલા હતા અને દાહોદ રેલવે સ્ટેશનને ઉતર્યા હતા. ત્યાંથી તેઓ કારમાં ગલીયાકોટ જવા માટે બેઠેલ હતા તેવો વાયા ઝાલોદ થઈ ફતેપુરા થઈ ગલીયાકોટ જવાના હોય વ્હોરા સમાજને ખબર પડી જતા તેઓના દર્શન માટે સમાજના ટોળેટોળા ઝાલોદમાં જોવા મળ્યા હતા. ઝાલોદ મસ્જિદમાં નમાજ અદા કરી સલામ દુઆ કરી ત્યાંથી ફતેપુરા થઈ ગલીયાકોટ જવાના હોય ફતેપુરામાં રોડ ઉપર દર્શનનો લાભ લેવા વ્હોરા સમાજના લોકો આવી પહોંચ્યા હતા, અને થોડીક ક્ષણ માટે ટ્રાફિક પણ જામ થઈ ગયો હતો જેથી એને  લઈ દર્શનનો લાહ્વો પણ સારી રીતે મળ્યો હતો અને દુવાઓ લોકોએ લીધી હતી અને સૈયદ સાહેબના દર્શન કરી વ્હોરા સમાજના લોકોએ ધન્યતા અનુભવી એકબીજાને મુબારકબાદ આપતા હતા અને ત્યાંથી સૈયદ સાહેબ ગલીયાકોટ જવા રવાના થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here