દાહોદના કેશવ માધવ રંગમંચમાં બાલાજી ફાઉન્ડેશનની મહિલાઓ દ્વારા દેશી-વિદેશી ફૂડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું

0
136

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના સ્ટેશન રોડ પર આવેલ કેશવ-માધવ રંગમંચમાં બાલાજી ફાઉન્ડેશનની મહિલાઓ દ્વારા દેશી વિદેશી ફૂડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. બાલાજી ફાઉન્ડેશન દ્વારા ગત વર્ષ ૨૦૧૮માં આજ સ્થળે ક્રાફ્ટ બજારનું આયોજન કર્યું હતું. ત્યાંરે તેને બહુ સારો પ્રતિસાદ મળતા આ વર્ષે જ્યારે દાહોદ સ્માર્ટસિટી બનવા જઇ રહ્યું છે ત્યારે બાલાજી ફાઉન્ડેશન દ્વારા દેશી-વીદેશી ફૂડયાત્રાનું આયોજન કેશવ માધવ રંગમંચ સ્ટેશન રોડ પર કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ પ્રકારની ગેમ્સ, લાઈવ બેન્ડ, ૦૯ વર્ષ થી ૧૬ વર્ષના બાળકોની જુનિયર શેફ સ્પર્ધા, ફૂડ વર્કશોપ, કિચન કિંગ / ક્વિન સ્પર્ધા અને ખાસ તો ફૂડસ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા. જેમાં દિલ્હીથી ખાસ માસ્ટર સેફ-4 ના 2nd વિજેતા નેહા શાહ ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ આ કુકિંગ સ્પર્ધામાં નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી.

આ ફૂડયાત્રામાં જેટલા દેશી-વિદેશી વાનગીના સ્ટોલ લાગ્યા હતા તેમાંથી વિજેતા થયેલ વનગીના સ્ટોલના વિજેતાને દાહોદ નગર સેવા સદન ના ઉપપ્રમુખ પ્રશાંત દેસાઈ તથા ભાજપ મહામંત્રી દીપેશ લાલપુરવાલાના હસ્તે સિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

આ સાથે દાહોદની સ્વાદ રસિક જનતાને ખુબજ સ્વાદિષ્ટ અવનવી વાનગીનો સ્વાદ માણવાનો મોકો પણ મળ્યો .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here