દાહોદના કન્ટેઇન્મેન્ટ ઝોનમાં નાગરિકોને કોઇ અસુવિધા ન થાય એવી વ્યવસ્થા કરવામાં આવી

0
184

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

નાગરિકો માટે શાકભાજી અને રાશનની વ્યવસ્થા નગર પાલિકા દ્વારા થઇ રહી છે તથા ડિસઇન્ફેક્શનની કામગીરી રોજબરોજ કરવામાં આવે છે.
કન્ટેઇન્મેન્ટ ઝોનમાંથી કોઇ બહાર ન નીકળે એ માટે દાહોદ ટાઉન પોલીસ દ્વારા ગોઠવાયેલો સખત બંદોબસ્ત.

દાહોદમાં એક કરતા વધુ કોરોના વાયરસના કેસ મળવાના કારણે કન્ટેઇન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવેલા જૂના વણકરવાસ અને ઘાંચીવાડમાં રહેતા અન્ય નાગરિકોને રોજ બરોજની જરૂરિયાતની કોઇ તકલીફ ના પડે એવી વ્યવસ્થા સ્થાનિક નગર પાલિકા અને દાહોદ ટાઉન પોલીસ તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે.

આ વિસ્તારમાંથી કોરોના વાયરસનો જેવો પ્રથમ કેસ મળ્યો કે તુરંત જ નગર પાલિકાના ચીફ ઓફિસર અતુલ સિંહા તથા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર વસંત પટેલે આરોગ્ય વિભાગને સાથે રાખી કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી આરંભી દીધી હતી અને જૂના વણકરવાસમાંથી ૬૩ અને ઘાંચીવાડમાંથી ૧૧ મળી કુલ ૭૪ વ્યક્તિને સરકારી ક્વોરોન્ટાઇન કરી દીધી હતી.

દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી દ્વારા આ વિસ્તારને કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવતાની સાથે જ સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો હતો. કન્ટેઇન્મેન્ટ ઝોનમાંથી કોઇ બહાર ન નીકળે કે અંદર ન પ્રવેશે એ માટે ટાઉન પોલીસ દ્વારા ૨૪ કલાકનો બંદોબસ્ત ત્યાં ગોઠવવામાં આવ્યો છે. દાહોદ નગર પાલિકા દ્વારા કન્ટેઇન્મેન્ટ ઝોન બહાર રોજ સવારમાં શાકભાજીના વિતરણની વ્યવસ્થા સામાજિક અંતર જાળવીને કરવામાં આવે છે. ઝોન અંદર રહેલા પરિવારો પોતાની જરૂરિયાત મુજબની શાકભાજી સ્વખર્ચે ત્યાંથી લઇ જાય છે. ઉપરાંત, રાશનની પણ આ રીતે વ્યવસ્થા કરવામાં આવી છે. નગર પાલિકા દ્વારા ઝોનની અંદરના વિસ્તારોમાં રોજે-રોજ ડિસઇન્ફેક્ટશનની કામગીરી કરવામાં આવે છે. નગર પાલિકાના કર્મચારીઓ અંદર જઇ વિવિધ મકાનો તથા શેરી-ગલીઓને કેમિકલયુક્ત પાણીનો છંટકાવ કરીને જીવાણુંમુક્ત કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here