દાહોદના ગરબાડા તાલુકાના મિનાકયાર PHC માં આયુષ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો.પ્રિયંકા બારિયાએ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે “નમસ્તે ટ્રમ્પ” કાર્યક્રમમાં બૉલીવુડ અને ગુજરાતી સિંગર સાથે કોરસ સિંગર તરીકે આપ્યું પરફોર્મન્સ

0
306

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પત્ની મેલેનિયા ટ્રમ્પ તથા પુત્રી ઇવાંકા ટ્રમ્પ સાથે બે દિવસના ભારત પ્રવાસે આવ્યા હતા. અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવી પહોંચતા એરપોર્ટ ઉપર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધીના રોડ શો બાદ ડોનાલ્ડ ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમ ખાતે “નમસ્તે ટ્રમ્પ” કાર્યક્રમમાં પહોંચ્યા હતા. અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે “નમસ્તે ટ્રમ્પ” કાર્યક્રમમાં વહેલી સવારથી જ આવી પહોંચેલા દર્શકોના મનોરંજન માટે ગુજરાતી ગાયક કલાકારો કિંજલ દવે, ગીતાબેન રબારીકિર્તીદાન ગઢવીસાઇરામ દવે તેમજ બોલીવૂડ સિંગર કૈલાશ ખેર તેમજ પાર્થિવ ગોહિલે ગીતોની રમઝટ બોલાવી હતી. જેમાં દાહોદની યુવતી પ્રિયંકા બારીયાએ મોટેરા સ્ટેડિયમ ખાતે “નમસ્તે ટ્રમ્પ” કાર્યક્રમમાં ગુજરાતી ગાયક કલાકાર કિંજલ દવે, ગીતાબેન રબારી, કિર્તીદાન ગઢવી તથા બોલીવૂડ પ્લેબેક સિંગર પાર્થિવ ગોહિલના પ્રોગ્રામમાં કોરસ સિંગર (Backing Vocals) તરીકે પરર્ફોમન્સ આપ્યું હતું. જે દાહોદ જિલ્લા માટે ગૌરવની વાત છે.

પ્રિયંકા બારીયા કે જે કોરસ સિંગર (Backing Vocals) છે અને સાથે સાથે ડોક્ટર પણ છે, અને તેઓ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના મિનાકયાર PHC માં આયુષ મેડિકલ ઓફિસર તરીકે પણ ફરજ બજાવે છે. તેઓ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નેલસુર ગામના વતની છે. તેઓ હાલ દાહોદ ખાતે રહે જ છે, અને તેઓ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં પાર્થિવ ગોહિલ કે જે બોલિવૂડના પ્લેબેક સિંગર છે અને તેમની ‘પાર્થિવ ગોહિલ ટીમ’ તરફથી ગયા હતા અને ત્યાં તેઓએ ગુજરાતી ગાયક કલાકાર કિંજલ દવે, ગીતાબેન રબારીકિર્તીદાન ગઢવી તથા બોલીવૂડ પ્લેબેક સિંગર પાર્થિવ ગોહિલના પ્રોગ્રામમાં સ્ટેજ ઉપર કોરસ સિંગર (Backing Vocals) તરીકે પરર્ફોમન્સ આપ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here