દાહોદના ગરબાડા તાલુકાના તમામ શિવાલયોમાં આજે મહા શિવરાત્રિના પર્વ નિમિત્તે હર હર મહાદેવ… અને બમ… બમ… ભોલેના નાદથી ગુંજી ઉઠયા

0
72

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં મહા શિવરાત્રિના પર્વ નિમિતે વિવિધ શિવાલયોને તથા મંદિરોને વિશેષ શણગારીને મહાશિવરાત્રિના પાવન પર્વની આસ્થા ભક્તિ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ગરબાડા તાલુકાના વિવિધ નાના મોટા શિવાલયોમાં ભગવાન શંકર ભોલેનાથના દર્શનાર્થે ભક્તજનો વહેલી સવારથીજ ઉમટી પડયા હતા અને ભગવાન શિવને પ્રસન્ન કરવા શિવલિંગ ઉપર જળાભિષેક તથા વિવિધ સામગ્રીથી અભિષેક કરતાં નજરે પડયા હતા અને તમામ શિવાલયો હર હર મહાદેવ… બમ… બમ… ભોલેના નાદથી ગુંજી ઉઠયા હતા. શિવરાત્રિના દિવસે ભોલેનાથના વિશિષ્ટ એવા ભાંગના પ્રસાદનું વિશેષ મહત્વ હોય છે અને ગરબાડા ખાતે આવેલ રામનાથ મહાદેવના મંદિરે ભગવાન શિવને અતિ પ્રિય એવી ભાંગ (મિસરીયુક્ત) પ્રસાદીરૂપે દર્શનાર્થીઓને આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here