દાહોદના ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે “વર્લ્ડ ડાયાબિટીસ ડે” ની ઉજવણી કરવામાં આવી

0
26

THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS

હાલ જ્યારે આખા વિશ્વમાં વર્લ્ડ ડાયાબિટીસ ડે ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં આજે તા.૨૩/૧૧/૨૦૨૧ ને મંગળવારના રોજ દાહોદના મુવાલિયા ગામ ખાતે આવેલ ઝાયડસ મેડિકલ કોલેજમાં વર્લ્ડ ડાયાબીટીસ ડે ની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણી ના ભાગરૂપે CME નું આયોજન કરવામાં આવ્યું,  દિવસો દિવસ ડાયાબીટીસનું પ્રમાણ વધતું જાય છે. તેમ છતાં ડાયાબિટીસની મૂળભૂત જરૂરિયાતો હજી ઘણા જરુરીયાતમંદ સુધી પહોંચતી નથી. તે બાબતે જાગૃતિ કેળવવા ઉદ્દેશ સાથે વર્લ્ડ ડાયાબિટીસ ડે નું દાહોદના ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઝાયડસ મેડિકલ કોલેજમાં CEO ડો.સંજયકુમાર, ડીન ડો.સી.બી. ત્રિપાઠી, સિનિયર મેનેજર હેતલ રાવ, હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટર વિશાલ પટેલ, કમ્યુનિટી મેડિસિનના તમામ તજજ્ઞો તથા ઝાયડસ હોસ્પિટલના તમામ તબીબો અને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને આ સંદર્ભે ડાયબીટીસ અને તેના નિવારણ વિશે જાણકારી આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here