દાહોદના ઝાલોદની ડો.ભૂમિ દરજીએ ઇન્દોરની SAIMS હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ તરીકે પાછલા એક માસથી કાર્ય કરી દરજી સમાજનું નામ રોશન કરેલ છે

0
330

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદના દરજી પંચના પ્રમુખ પંકજભાઈ જે. દરજીના પુત્ર ડો.અર્ચન દરજી (M.S.) ના ધર્મપત્ની અને ઝાલોદ તાલુકાના લીમડી ગામના નિવાસી હેમંત યશવંતભાઈ ચૌહાણની પુત્રી ડો.ભૂમિ ચૌહાણ (M.B.B.S.) કે જેઓએ M.B.B.S. ની પદવી ચાલુ સાલે જ પ્રાપ્ત કરી છે. અને હાલ તેઓ મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે SAIMS મેડીકલ કોલેજ માં કોરોના વિભાગમાં કોરોના વોરિયર્સ તરીકે પાછલા એક માસથી ફરજ બજાવી દર્દીઓની નિરંતર સેવા કરી રહ્યા છે. ડો.ભૂમિ ચૌહાણ કોરોના વોરીયર્સ તરીકે કોરોના દર્દીઓની સેવા કરી ઝાલોદ દરજી સમાજ અને સમગ્ર દાહોદ જીલ્લાના દરજી સમાજનું ગૌરવ વધારેલ છે. જેઓને દરજી સમાજ ઝાલોદ અને સમગ્ર દાહોદ જીલ્લાના દરજી સમાજ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here