દાહોદના ઢઢેલાના કાચલા મંદિર ખાતે “વિશ્વ માસિક સ્વાસ્થ્ય દિવસ”ની ઉજની કરવામાં આવી

0
289

THIS NEWS SPONSORED BY  : RAHUL HONDA 

દાહોદ જિલ્લા સ્થિત સીની સંસ્થા, ટાટા વોટર મિશનના સંયુક્ત ઉપક્રમે આજ રોજ ઢઢેલા કાચલા મંદિર ખાતે, 28મી મે એ “વિશ્વ માસિક સ્વાસ્થ્ય દિન’ ની ઉજવણી કરવામાં આવી. જેમાં જિલ્લાના 5 ગામના મહિલા કિશોરીઓ, તાલુકા આરોગ્ય અધિકારી, PHC સ્ટાફ ઢઢેલા તથા આશા આંગણવાડી વર્કર, યુનિસેફ કન્સલ્ટન્ટ તથા જિલ્લાની અન્ય સ્વૈચ્છીક સંસ્થામાથી લોકો હજાર રહ્યા હતા.

સીની સંસ્થા ધ્વારા ‘માસિક સ્વાસ્થ્ય વ્યવસ્થાપન’ કાર્યક્રમ જિલ્લાના વિવિધ ગામોમાં ચાલે છે. જેમાં ગામના મહિલાઓ અને શાળાની કિશોરીઓને માસિકચક્ર, તેના માટે ઉપયોગી વિવિધ સાધનો અને ત્યારે રાખવાની સ્વચ્છતા સમજ અલગ – અલગ 4 મોડ્યુલ માં આપવામાં આવે છે.

માસિકએ કુદરતી પ્રક્રિયા છે કોઈ પણ સ્ત્રીમાં માસિકની શરૂઆત એટ્લે એક સ્ત્રીની માતા બનવાની સક્ષમતા, માસિક એ સ્ત્રી માટે એક વરદાન રૂપ છે. પણ આ માસિકને આપણો સમાજ હમેશા અલગ નજરથી જોવે છે. સમાજમાં માસિકને લઈ ને અલગ અલગ માન્યતાઓ ફેલાયેલી છે. આ કારણ થી બહેનો માસિક સમયે પડતી તકલીફો કોઈને કહી પણ નથી શકતી. યોગ્ય સ્વચ્છતા નહીં રાખવાના કારણે બહેનોને આંતર અવયવોમાં ચેપ લાગવાની સમસ્યા ઉદભવે છે. આજનો આ કાર્યક્રમનો ધ્યેય એ છે કે માસિક માટેની ચુપ્પી તૂટે અને બહેનો ખૂલીને બોલી શકે.

આ ઉદ્દેશ્યથી ધ્યાને લઈને “વિશ્વ માસિક સ્વાસ્થ્ય વ્યવસ્થાપન દિન” ના અવસરે રાખેલ આ મેળા માં અલગ-અલગ સ્ટોલ માં માસિકલક્ષી પ્રવૃત્તિઓ જેવી કે વિડિઓ શો માસિકમાં પુરુષોની ભૂમિકા, માસિકમાં રાખવાની સ્વચ્છતા અને સાધનો, કપડાના પેડની સિલાઈ, હેલ્થ ચેકઅપ, રમત અને ભવાઇ કાર્યક્રમ કરવામાં આવ્યો અને આજના આ દિવસની સાચા રૂપમાં ઉજવણી કરી જે માસિક માટે ની ચૂપ્પીને તોડવામાં આગળ મદદરૂપ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here