દાહોદના દેવગઢ બારીયા નગરપાલિકામા પ્રમુખની વરણી કરવામાં આવી

0
144

 

 

દાહોદ જિલ્લાના દવાવગઢ બારીયા તાલુકાના મુખ્ય મથક દેવગઢ બારીયાની નગર પાલિકામાં ફારુકભાઈ ઝેથરાની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી. ફારુકભાઈ ઝેથરા કોગ્રેસમાંથી ભાજપમા આવ્યા હતા. ભાજપમા આવતા જ ભાજપે તેઓને નગર પાલિકા પ્રમુખ બનાવ્યા. પ્રમુખ તરીકે તેમને ૧૮ મતો મળતા પ્રમુખ તરીકે જાહેર કરાયા છે.

દેવગઢ બારીયા નગર પાલિકા કોગ્રેસ પાસેથી ભાજપે આચકી લઇ ભાજપનો ભગવો લહેરાયો. ગત ૬ જુન ના રોજ કોગ્રેસના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી હતી, કોગ્રેસના ૭ સભ્યો અને ભાજપના ૧૧ સભ્યો મળી કુલ ૧૮ સભ્યોએ કોગ્રેસના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here