દાહોદના ફતેપુરાના ઘૂઘસ ગામેથી પોતાની જમીનના ઉકરડામાં દેશી બનાવટનો તમંચો સંતાડી રાખતા પોલીસને જાણ થતાં ફરિયાદ દાખલ થઈ

0
409

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના પી.એસ.આઇ સી.બી. બરંડા સાહેબને બાતમી મળેલ કે ઘુઘસ ગામે નળવા ફળિયામાં રહેતા રમેશભાઈ ચોખલાભાઈ પારગીએ તેમની સંયુક્ત જમીન ના ઉકરડામાં ગેરકાયદેસર રીતે તમંચો છુપાવેલ છે તે રિતની બાતમી પી.એસ.આઇ. ને મળેલ હતી. આ સૂચનાના આધારે પીએસઆઇ તથા પોલીસ સ્ટાફ સ્થળ તપાસ માટે ગયેલા અને બે પંચના માણસો બોલાવી જગ્યાએ આવી જોતા ઉકરડા નજીક એક મકાન હોય તે મકાન બાબતે ખાતરી કરતાં સદર મકાન રમેશભાઈ ચોખલા ભાઈ પારગી નું હોય તેમની તપાસ કરતા તે ઘરે હાજર મળી આવેલ અને પંચો બોલાવી બાતમીની સમજ કરી ઉકરડા બાબતે તેને પૂછતાં ઉકરડો પોતાનોઅને જમીન પણ પોતાની માલિકીની હોવાનું જણાવેલ છે જેથી પંચો રૂબરૂ સાથે રાખી ઉકરડામાં શોધખોળ કરતાં માટી નો કચરો આમતેમ ખસેડતા તેમાં એક પ્લાસ્ટિકની થેલીમાં એક લાકડાના હાથા ફિટ કરેલ લોખંડનો  તમંચો (કટો) એક નાળવાળો મળી આવેલ જે પંચો રૂબરૂ બહાર કાઢી જોતાં આ તમંચો લોખંડનો લાકડાના હાથમાં ફિટ કરેલ છે જે તમંચા બાબતે પાસ પરમીટ કે આધાર પુરાવો રજુ ન કરતા જણાવતા ગલ્લાતલ્લા કર્યા હતા અને કોઈ આધારપુરાવા મળી આવેલ ન હતા જેથી પોલીસે તમાચો કબજે લઇ પંચો રૂબરૂ કિંમત 2000 ગણી તપાસ અર્થે કબજે લીધેલ છે અને રમેશ ચોખલા પારગીને જેલના સળિયા પાછળ ધકેલી દીધેલ છે વધુ તપાસ પોલીસ ચલાવી રહેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here