દાહોદના ફતેપુરાના સકવાડા ગામે જમીનમાં રોડ કાઢવાનો નથી તેમ કહી ધક્કો મારી પાડી દઈ માથામાં અને હાથે-પગે ઈજાઓ પહોંચાડતા પોલીસ ફરિયાદ

0
141

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સકવાડા ગામે મારી જમીનમાં રોડ કાઢવાનો નથી એમ કરી ધકોમારી પાડી દઈ એકબીજાની મદદગારી કરી માથામાં અને હાથે-પગે ઈજાઓ પહોંચાડી હતી
ફતેપુરાના સકવાડા ગામે તળાવ ફળિયામાં રહેતા ફરિયાદી ધુળાભાઈ ગમીરાભાઈ ગરાસીયા અને આરોપીઓ (1) પ્રવિણ લુજા ગરાસીયા, (2) શાંતિલાલ દેવાભાઈ ગરાસીયા, (3) ગૌતમ મોઘજી ગરાસીયા, આ ત્રણેય આરોપીઓ સકવાડાના હતા એવી રીતે ફરિયાદી ધુળાભાઈ સાંજના સમયે ઘરે હતા તેવામાં મારા ઘર થી થોડે દુર JCB થી પ્રધાનમંત્રી આવાસ રોડ કઢાતો હોઇ હું અને મારો છોકરો અને અમારા ઘરના બધા જોવા માટે ગયા ત્યારે JCB વાળો જમીનમાં ખોદકામ કરતો હોઈ અમે કહેલું કે આ અમારી સંયુક્ત જમીન માલિકીની છે અને અહીંયા રોડ કાઢવાનો નથી તેમ વાતચીત કરતા હતા ત્યારે આરોપી પ્રવિણ લુજા ગરાસીયા એ કહેલ કે તમારી અહીંયા કોઈ જમીન નથી અહીંયા થી જતા રહો અને રોડ કાઢવા દો એમ કહી ગાળાગાળી કરી ધક્કો મારી પાડી દીધેલ અને આરોપી નંબર 2 નાઓના હાથમાં પથ્થર હોઈ બાબુ ગમીરા ગરાસીયાના માથાના ભાગે પથ્થર મારી દેતા લોહી નીકળી ગયું હતું અને આરોપી નંબર 3 ના હાથમાં લાકડી હતી તે લઈ દોડી આવી રોડનું કામ કરવા દે તેમ કહી બાબુભાઈને કમરના ભાગે લાકડી મારી દેતા ઈજાઓ થઈ હતી આવી રીતે અમારી જમીન રોડ માં જાય છે એટલે રોડ કાઢવાનો નથી એમ કહેતા આમારા સાથે ઉશ્કેરાઈ અને આજે બચી ગયા છો હવે પછી જીવતા છોડીશું નહીં અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપેલ તેવામાં અમારા ઘરના માણસો આવી ગયેલા અને 108ને જાણ કરી સરકારી દવાખાને આવેલા અને પ્રાથમિક સારવાર કરાવવી ડોક્ટરે દાહોદ રિફર કર્યા હતા ત્યાં ડોક્ટરે એક્સ-રે અને સીટી સ્કેન કરેલ અને હાલ પણ તેઓ દાહોદ દવાખાનામાં છે જેથી તે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ છે અને કાયદેસર તપાસ થાય અને ફરિયાદમાં જણાવેલ માણસોની તપાસ થવા સારું નીકળે એવી અમારી ફરિયાદને આધારે વધુ તપાસ પોલીસ ચલાવી રહેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here