દાહોદના ફતેપુરામાં અસહ્ય ગરમીના કારણે મધ્યમ વર્ગને પોસાય તેવા લાકડાના હાથ બનાવટના કુલરનું વેચાણ વધ્યું

0
266

 PRAVIN KALAL –– FATEPURA 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં અસહ્ય ગરમી હોવાના કારણે બજારોમાં મંદીનો માહોલ જોવા મળતો હોવાથી અને ગરમીથી બચવા માટે લોકોએ તેઓને પરવડે તે રીતે લાકડાના હાથ બનાવટના દેશી કુલર વાપરવા માટે લઈ જતા હોય છે. આ હાથ બનાવટના દેશી નાના કુલરો ₹.૧૦૦૦/- થી ₹.૪૦૦૦/- સુધીમાં ફતેપુરાના બજારોમાં મળી રહે છે. અને કોઈ વધારાનો ખર્ચો કે મેન્ટેનન્સ આવતું નથી અને લોકલ રીપેરીંગ પણ થઈ જાય છે. આના લીધે આજુ બાજુ વિસ્તારના લોકોએ મોટા પાયા ઉપર આ દેશી કુલરનો વપરાશ કરવા લાગી ગયા છે વળી પાછી તેમાં એક વર્ષની વોરંટી પણ હોય છે જેથી નાના માણસોને પણ પરવડે છે અને રીપેરીંગ નો સામાન પણ અહીં મળી રહે છે જેથી કોઈ સમસ્યાઓ પણ રહેતી નથી અને લોકો મોંઘા AC ના બદલે આ હાથ બનાવટના દેશી કુલરો વપરવા લાગી ગયા છે.

બીજી બાજુ લોકો ગરમીથી બચવા ફ્રુટ ના જ્યુસ પણ પીવા લાગ્યા છે અને આ ફ્રુટ જ્યુસ 10 રૂપિયામાં એક ગ્લાસ વેચાય છે ત્યારે આ જ્યુસ ને કવાલીટી કેવી હોઈ શકે તેના પર એક પ્રશ્નાર્થ ઉભો થાય છે ત્યારે ફૂડ અને ડ્રગ્સ ઇન્સ્પેકટર આ ફ્રુટ જ્યુસની કવાલીટી ની તપાસ કરે તે જરૂરી છે કે જેથી લોકોને જીવન સાથે જે ચેડા થઇ રહ્યા છે તેના પર રોક લાગી શકે. એવું ગામલોકોમાં ચર્ચાઈ રહ્યું છે. જે એક ગંભીર બાબત છે. હોવી જોવાનું રહ્યું કે તંત્ર આ બાબતે શુ પગલાં ભરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here