દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા મુખ્ય મથક ફતેપુરા ખાતે દેશી હાથ બનાવટના ઘાસના કુલરોનું વેચાણ વધી રહ્યું છે. લોકોનું માનવું છે કે આ કુલરો લાકડાના હોવાથી તેમાં હવા ઠંડી આવે છે અને કિંમતમાં પણ સસ્તા પડતા હોય છે. તેની કિંમત અંદાજે ₹. ૨૦૦૦/- થી ₹. ૫૦૦૦/- સુધીમાં મળતા હોવાથી લોકો મોંઘા એરકન્ડિશન ખરીદવા કરતા આ દેશી કુલર ખરીદી હાશકારો અનુભવે છે. આ કુલરો અહિયાં લોકલ જ બનાવવામાં આવતા હોવાથી છે તે સસ્તા પણ પડે અને વધુ સર્વિસ પણ આપે છે. તેનું રિપેરીંગ કામ પણ અહીંયા જ થતું હોવાથી ગ્રાહકોને ધક્કા પણ ખાવા નથી પડતા. વધુમાં જો એ કુલરમાં કાંઈ બગડી જાય કે તૂટી જાયતો તેના રીપેરીંગનો સામાન પણ અહીંથી જ મળી રહેતો હોય છે. માટે તે લોકલ અને દેશી હોવાથી પણ કિફાયતી ભાવે મળી રહે છે. તેથી આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો આ કુલરની ખરીદી કરે છે. અને તેની એક વર્ષની ગેરંટી અને વોરંટી પણ આપવામાં આવતા લોકો વધુ પસંદ કરે છે.
