દાહોદના ફતેપુરામાં વતાવરણમાં પલ્ટો, લોકડાઉન હોવા છતાં ગ્રામજનો કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવતા તંત્ર દ્વારા કડક પગલાં ભરવામાં આવશે ખરા?

0
321

સમગ્ર દાહોદ જિલ્લામાં ગત રાત્રીથી જ વરસાદી વાતાવરણ હોય તેવું જણાઈ રહ્યું છે. ત્યારે ફતેપુરામાં સવારથી જ વાતાવરણ વાદળછાયું જણાઈ રહ્યું હતું. ત્યારે બપોરના  ૦૨:૦૦ વાગ્યાની આસપાસ ધૂળની ડમરીઓ બેસી જાય તેવા વરસાદી છાંટા પડયા હતા તો બીજી બાજુ કોરોના વાઈરસને લઈને સરકાર અને વહીવટી તંત્ર સમગ્ર દેશમાં જડબેસલાક બંધની કામગીરી કરી રહી છે ત્યારે ફતેપુરા નગરમાં અમુક લોકો જાણી જોઈને કાયદાનું ઉલ્લંઘન કરતાં દ્રશ્યમાન થયા છે. સવારમાં શાકભાજી અને કરિયાણાની છૂટછાટના સમયમાં પણ લોકો વધારે પડતા ભેગા થાય છે. આવી કપરી પરિસ્થિતિ હોવા છતાં કોઈ સમજતા નથી. ત્યારબાદ છૂટછાટ પૂરી થઈ ગયા પછી પણ અમુક લોકો કોઈપણ પ્રકારની કામગીરી ન હોવા છતાં બજારમાં લટાર મારવા નીકળી પડતા હોય છે. ફતેપુરામાં લોકો પોલીસને પણ ઘોળીને પી ગયા હોય તેવું જણાઇ રહ્યું છે. ફતેપુરામાં પોલીસ જવાનોનું મહેકમ પણ ઓછું હોય તેવું જણાય છે. ફતેપુમાં લોકડાઉન હોઈ જી.આર.ડી.ની છોકરીઓની દ્વારા લોકોને બજારમાં ફરતા રોકવા છતાં તેઓની પણ અવગણના કરવામાં આવી રહી છે અને પબ્લિક પોતાનું મનમાંન્યુ જ કરી રહી છે. જાણે સરકાર અને પોલીસ સ્ટાફ પોતાના ભલા માટે આ બધુ કરતી હોય તેવું લોકો સમજે છે. આ આવી પડેલ આપત્તિને સમજવા માટે લોકો જરાય તૈયાર નથી. જેથી ફતેપુરામાં પોલીસ મહેકમ વધે તેવી સમાજદાર અને જાગૃત નાગરિકોની માંગ છે. તો શું તંત્ર આ બાબતે કોઈ પગલાં ભરી કડક વલણ અપનાવશે ખરી ? ?

વધુમાં ફતેપુરામાં શાકભાજી અને જીવનજરૂરિયાતની ચીજોમાં ભાવ વધારો લેવાઈ રહ્યો છે તેવી જાણકારી ફતેપુરા મામલતદારને થતા તેઓએ તપાસ કરી હતી અને આવા ભાવ વધારે લેનારાઓને અલ્ટીમેટમ પણ આપ્યું હતું. આપણે આવા કપરા સમયમાં લોકોને સાથ સહકાર આપવો જોઈએ તેની જગ્યાએ છેતરવાનું બંધ કરો કેવી રીતે જણાવી ફતેપુરા મામલતદારએ સારી કામગીરી કરી હતી. અમુક વેપારીઓનું કહેવું હતું કે અમારે ઉપરથી જ ભાવ વધારે આવે છે અને તેના બીલો પણ અમારી પાસે છે છતાં અમો વધારે નફાની આશા રાખતા નથી તેવું જણાવવામાં આવેલ છે. વધુમાં જ્યારે સરકારશ્રી તરફથી કહેવામા આવે છે કે વધુમાં વધુ સાબુથી હાથ ધુઓ અને હેન્ડ શેનીટાઇઝર નો ઉપયોગ કરો ત્યારે ફતેપુરા ના દરેક મેડિકલ સ્ટોર ઉપર હેન્ડ શેનીટાઇઝર ઉપલબ્ધ જ નથી તેવું મેડિકલ સ્ટોર વાળાઓ દ્વારા જાણવા મળેલ છે. અને લોકોની માંગ છે કે કોઈ પણ રીતે મેડિકલ સ્ટોરવાળાઓ હેન્ડ શેનીટાઇઝર મંગાવે અને ફતેપુરની જનતાને તે ઉપલબ્ધ કરાવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here