દાહોદના ફતેપુરા તાલુકાના જગોલા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

0
820

 

 

THIS NEWS IS SPONSORED BY : RAHUL MOTORS

 

દાહોદ જિલ્લાના ફતેપુરાના જગોલા ગામે સેવાસેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમાં ૧૦ ગામોનો સેવાસેતુનો કાર્યક્રમ જગોલા ગામથી શરૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રજાજનોને રોજિંદા કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને સરકારની વિવિધ યોજનાઓની ઘરબેઠે લાભ મળી રહે તે હેતુસર રાખવામાં આવેલ છે કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના લાભાર્થીઓને હપ્તાનું ચૂકવવું, આધારની  કામગીરી, રેશનકાર્ડ માટેની કામગીરી, ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ગેસ કનેક્શન નું વિતરણ, શોચાલયના લાભો આરોગ્યને લગતી સેવાઓ વિગેરે વિવિધ લાભોની કામગીરીઓ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

 

કાર્યક્રમમાં ફતેપુરાના મામલતદાર બી.એચ. મહાજન, તાલુકા વિકાસ અધિકારી પી.વી. બારીયા તેમજ અલગ અલગ વિભાગોના કર્મચારીઓ અધિકારીઓ તેમજ નાથુભાઇ ડીંડોર, ડો.અશ્વિનભાઈ પારગી  જગોલા, શકવાડા, નવા તલાવ, છાલોર, ઝલાઈ, વાદરિયાના સરપંચો અને મોટી સંખ્યામાં પધારેલા લાભાર્થીઓ હાજર રહ્યા હતા. સેવસેતુ કાર્યક્રમ સવારથી લઇ મોડા સુધી ચાલુ રહ્યો  હતો અને કાર્યકરોએ સેવા આપી હતી. આ કાર્યક્રમમાં ૧૦૪૨ જેટલા લોકોએ આનો લાભ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here