દાહોદના ફતેપુરા તાલુકાની વલૂંડી પ્રાથમિક શાળામાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી

0
335

 PRAVIN KALAL –– FATEPURA 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આવેલ વલૂંડી પ્રાથમિક શાળામાં જન્માષ્ટમીના ઉત્સવની ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાના બાળકો દ્વારા આજે તા.૨૮/૦૮/૨૦૧૯ ને બુધવારના રોજ મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો. જેમાં શાળાના બાળકો દ્વારા કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે કૃષ્ણ ભગવાનના ભજનો દ્વારા વાતાવરણમાં ઉત્સાહનો સંચાર થયો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ રાધા કૃષ્ણના પહેરવેશ સાથે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા. મટકી ફોડનાર વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય દ્વારા ઇનામની જાહેરાત કરી સન્માનિત કરવામાં આવ્યા. શાળાના આચાર્યએ સૌને કૃષ્ણ જન્મની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે દરેક બાળક પોતાને કૃષ્ણ બનાવી પોતાના જીવનનો ઉધ્ધાર કરે. સમગ્ર ઉત્સવના કાર્યક્રમનું આયોજન અને સંચાલન શાળાના આ.શિ.જિગ્નેશ કલાલ, વિધિબેન કલાલ, પીટલબેન પટેલ તેમજ બ્રિજેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here