દાહોદના ફતેપુરા તાલુકાના ગામડાઓમાં R.S.S. તથા અન્ય સંસ્થાઓ દ્વારા જરૂરિયાતમંદોને 480 રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું

0
385

દાહોદ જિલ્લાના ફતેપુરામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ગત તા.૧૭/૦૫/૨૦૨૦ ને રવિવારના રોજ ફતેપુરાના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમજ તેની સાથે સંકળાયેલા વિવિધ સંગઠનો જેવાકે શૈક્ષિક મહાસંઘ, અનુસૂચિત જનજાતિ કલ્યાણ આશ્રમ, એકલ વિદ્યાલય, ધર્મ જાગરણ, વિશ્વ હિન્દુ પરિષદ, વિવેકાનંદ યુવા કેન્દ્ર જેવા સંગઠનમાં કામ કરતા કર્તવ્યનિષ્ઠ, સેવાભાવી કાર્યકર્તાઓ સ્વયંસેવકોની મદદથી ફતેપુરા તાલુકાના મોટાનટવા, પટીસરા, માધવા ઈટાબારા, ઢઢેલા, વટલી, માધવા, વાંસીયાકુઈ, વલુંડી મોટી ચરોળી, નાની ચરોળી, નાનીરેલ, જગોલા, ઘુઘસ વિસ્તારના અતિ ગરીબ પરિવારોને રાશન કીટનું વિતરણ કરવામાં આવી.

Covid – 19 મહામારીના કારણે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરાતા ફતેપુરા તાલુકાના વિસ્તારમાં જરૂરી સેવા કાર્યોને પહોંચી વળવા માટે સૌના સાથ અને સહકારથી ફતેપુરામાં 480 જેટલી રેશન કીટનું વિતરણ જરૂરિયાત મંદ પરિવારોને અત્યાર સુધી કરી શક્યા છીએ. સૌના સાથ અને સહકાર બદલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ફતેપુરા વતી સૌનો આભાર પણ માનવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here