દાહોદના ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના સરપંચનું મૃત્યુ થતાં ટી.ડી.ઓ. દ્વારા ઉપસરપંચને સોપાયો ચાર્જ

0
1111

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કરોડીયા પૂૂર્વ ગ્રામ પંચાયતના સરપંચનું ગત તા.૧૯/૦૫/૨૦૨૦ ના રોજ મૃત્યુ થયું હતું અને સરપંચની જગ્યા ખાલી પડેલ હોઈ તાલુકા ટી.ડી.ઓ. ને મરણ દાખલો રજૂ કરતા ગ્રામ પંચાયત અધિનિયમની કલમ ૫૫(ખ) 3 મુજબના નિયમોને આધીન ઉપસરપંચને ફરજ બજાવવાની જોગવાઈ છે. જે આધારિત ફતેપુરા તાલૂકા ટી.ડી.ઓ. દ્વારા તલાટી કમ મંત્રીને આદેશ કરેલ કેે કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના ઉપસરપંચ કલાલ હિતેશભાઈ નટવરભાઈ ને સરપંચના મૃત્યુ બાદ સરપંચ પદે ફરજ બજાવવા ટી.ડી.ઓ. દ્વારા આદેશ કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here