દાહોદના ફતેપુરા મામલતદાર કચેરી ખાતે 74 માં સ્વતંત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી

0
161

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરી ખાતે 74માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ફતેપુરા મામલતદાર એન.આર. પારગી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, આ પર્વની ઉજવણીમાં શિક્ષકો, મેડિકલ સ્ટાફ અને ફતેપુરા પોલીસ સ્ટાફ તથા તાલુકા અને મામલતદાર કચેરીના સ્ટાફ વિગેરે હાજર રહ્યા હતા. તેમજ સહકારી મંડળીમાં ડો અશ્વિનભાઈ પારગી, ગ્રામ પંચાયતમાં દિલીપભાઈ પ્રજાપતિ, આઈ.કે. દેસાઈ હાઈસ્કૂલમાં શરદભાઈ ઉપાધ્યાય, માર્કેટ યાર્ડમાં પ્રફુલભાઈ ડામોર, તાલુકા પંચાયતમાં રજનીકાબૅન મછાર, તાલુકા કુમાર શાળામાં ઇશાકભાઈ પટેલ વિગેરેએ ફતેપુરા નગરમાં અલગ-અલગ જગ્યાઓએ ધ્વજવંદન કર્યા હતા અને દરેક જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવ્યું હતું અને મામતદાર કચેરી ખાતે વૃક્ષારોપણ અને કોરોના મહામારીમા પોતાના સ્વાસ્થ્ય અને પરિવારની ચિંતા કર્યા વગર સેવાઓ આપેલ એવા મેડિકલ સ્ટાફ, પોલીસ સ્ટાફ અને પત્રકારોને તાલુકા વહીવટી તંત્ર ફતેપુરા દ્વારા સન્માન પત્ર આપીને તેઓને બિરદાવવામાં આવ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here