દાહોદના મૂર્તિપૂજક સ્વેતંબર જૈન સમાજ દ્વારા 24 માં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક ઉત્સવ ખૂબ ધૂમધામ થી ઉજવવામાં આવ્યો

0
230

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્યમથક દાહોદ ખાતે  આજે તા.૩૦/૦૮/૨૦૧૯ ને શુક્રવારના રોજ મૂર્તિપૂજક સ્વેતંબર જૈન સમાજ દ્વારા 24 માં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનો જન્મકલ્યાણક ઉત્સવ ખૂબ ધૂમધામથી ઉજવાયો હતો
આજ રોજ દાહોદ મૂર્તિપૂજક સ્વેતંબર જૈન સમાજ દ્વારા પરમ પૂજ્ય સાધ્વીજી મહારાજ સાહેબ પૂર્ણમાળાશ્રીજી, કૌશલ્યદર્શીતાશ્રીજી તથા પૂર્ણ દર્શીતાશ્રીજી ની પવન નિશ્રામાં શ્રી મહાવીર સ્વામીના જન્મ ઉત્સવ નિમિત્તે દોલતગંજ બજાર સ્થિત જૈન ઉપાશ્રય ખાતે ઉજવામાં આવ્યો હતો. જેમાં જૈન સમાજ દ્વારા 14 સુપનોની બોલી અલગ અલગ બોલાઇ હતી અને 14 સ્વપ્નો ઉતારવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ભગવાન શ્રી મહાવીર સ્વામીનો જન્મ થાય છે તેમને પારણામાં ઝૂલાવવામાં આવે છે અને તમામ શ્રાવક શ્રવિકાઓએ ચોખા વધાવી, શ્રીફળ વધેરી અને પારણું ઝૂલાવ્યું હતું.

ત્યાર બાદ દોલતગંજ બજાર સ્થિત ઉપાશ્રય થી ભગવાન શ્રી મહાવીર સ્વામીની શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફેરવવામાં આવી હતી. જેમાં સ્વેતંબર મૂર્તિપૂજક જૈન સમાજ ના યુવક યુવતીઓ તથા નાના નાના ભૂલકાં ખુબજ ઉત્સાહ ભેર શોભાયાત્રા માં જોડાયા હતા.આ શોભાયાત્રાનું સમાપન હનુમાન બજાર સ્થિત જૈન દેરાસર ખાતે કરવામાં આવ્યું હતું .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here