દાહોદના રાહુલ ( હોન્ડા ) મોટર્સના ૧૦માં વર્ષમાં મંગળ પ્રવેશની ભવ્ય ઉજવણી કરવામાં આવી, પરિવારજનો અને મિત્રોએ પાઠવી શુભેચ્છા

0
111

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકા મુખ્ય મથક દાહોદના ઈન્દોર રોડ પર આવેલ રાહુલ હોંડા શોરૂમ ની આજ થી બરાબર નવ વર્ષ પહેલા રાહુલ આઝાદકુમાર તલાટી દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. રાહુલ આઝાદકુમાર તલાટીને નાનપણ થી જ કઈંક કરી બતાવવાની ધગશને કારણે તેમણે હોંડા મોટર્સના શોરૂમનું નાના પાયે કામ શરૂ કર્યું. હોંડા મોટર્સના ડિસ્ટ્રિબ્યુટર્સ તરીકે આજે તા.૦૭/૦૨/૨૦૨૦ ને શુક્રવારના દિવસે રાહુલ હોંડા તેના નવ વર્ષ પૂર્ણ કરી દશમાં મંગળ વર્ષમાં પ્રવેશ કર્યો હતો. દાહોદ જિલ્લાના બીજા તાલુકાઓમાં પણ હોંડા મોટર્સના શોરૂમ ની સ્થાપના તેઓએ કરી, સર્વિસ ક્ષેત્રે લોકોનો વિશ્વાસ કેળવવામાં અને નામના મેળવવામાં તેઓ સફળ થયા છે. આજે જ્યારે તેઓએ દશમાં વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે ત્યારે રાહુલ હોંડાના ઓનર રાહુલભાઈ તલાટીએ પોતાના સ્ટાફના તમામ કર્મચારી જોડે મળીને કેક કાપી અને ધામધુમથી શોરૂમમાં ઉજવણી કરી હતી. આ શુભ પ્રસંગે તેઓએ પોતાના પરિવારજનો અને મિત્રોએ આવી રીતે ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here