દાહોદના લીમખેડામાં ભાજપનો કાર્યકર્તા વંદન સમારોહ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાયો

0
146

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ જિલ્લાના લીમખેડા ગામે દુધિયા રોડ ઉપર આવે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઉપર ભાજપના પ્રદેશ પ્રમુખના અધ્યક્ષ સ્થાને 2019 પછી પ્રથમવાર કાર્યકર્તા વંદન સમારોહ કાર્યક્રમ યોજાયો.

દાહોદ જિલ્લાના લીમખેડામાં ખાતે આ કાર્યક્રમ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જીતુ વાઘણી સમારંભના અધ્યક્ષ હતા અને પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ મુખ્ય મહેમાન હતા. આ કાર્યક્રમમાં પ્રદેશ મંત્રી અમિત ઠાકર, આદિજાતિ મંત્રી ગુજરાત ગણપત વસાવા અને પશુપાલન મંત્રી બચુ ખાબડ અને દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમની શરૂઆતમાં દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોરએ જીતુભાઇ વાઘણીનું પારંપરિક ચાંદીનો પટ્ટો પહેરાવી સ્વાગત કર્યું હતું. અને ત્યારબાદ તમામ સંગઠનના હોદ્દેદાર દ્વારા જીતુભાઈ વઘાણીનું સ્વાગત કરાયું હતું.

જીતુભાઈ વાઘણીએ દાહોદ જિલ્લાના તમામ કાર્યકર્તાઓનો તેમજ સંગઠનના હોદ્દેદારોનો દાહોદ જિલ્લામાંથી ભાજપના સાંસદ તરીકે જસવંતસિંહ ભાભોરને ફરી એક વખત જીત અપાવી અને કેન્દ્રની મોદી સરકારમાં એક સીટ નો ઉમેરો કરવા બદલ અભિવાદન કર્યું હતું. ભાજપનું સંગઠન અને કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહી છે અને આવનારા સમયમાં પણ તે આટલો જ ઉત્સાહ બતાવશે તેવી અપેક્ષા રાખું છું. અને આપડા લોક લાડીલા વડા પ્રધાન નરેન્દ્રભાઈને જ્યાં અને જ્યારે જરૂર પડે ત્યારે આપણે એક કાર્યકર્તા તરીકે હાજર થઇયે અને કર્મઠ વડાપ્રધાનના સૂત્ર સૌનો સાથ સૌનો વિકાસને સાર્થક બનાવીએ અને દેશની ઉન્નતિમાં આપણે સહભાગી બનીએ.

અમારે ત્યાં ધજા, ચૂંદડી, પૂજાપાનો તથા લગ્નનો સમાન  અને દશામાતા ની મૂર્તિઓ હોલસેલ ભાવમાં  મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here