દાહોદના વૈજનાથ મહાદેવ ખાતે સંગીતમય શિવકથાનું ભવ્ય આયોજન કરાયું : ભક્તોનું ઉમટયું ઘોડાપુર

0
369

 

 

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેરમાં વૈજનાથ મહાદેવ ખાતે વૈજનાથ મહાદેવ સેવા સમિતિના વિમળાબેન ખંડેલવાલ , આનંદ જોશી (જય મહાદેવ), રાજેશ શર્મા, અશોક ખત્રી, નિલેશ પંચાલ, મહેન્દ્ર યાદવ, દિપક અગ્રવાલ તથા મહેન્દ્ર વરેલાણી દ્વારા તા.૧૫/૦૮/૨૦૧૮ થી તા.૨૩/૦૮/૨૦૧૮ સુધી સંગીતમય શિવકથાનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પરમ પૂજ્ય શાસ્ત્રીજી ગિરધરભાઈ ઉપાધ્યાયના સ્વમુખે કથા પારાયણ રાખવામાં આવ્યું છે. જેમાં નીચે મુજબ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં

  • તા.૧૫/૦૮/૨૦૧૮ ના રોજ શિવ મહાપુરાણ નું મહત્વ.
  • તા.૧૬ તથા તા.૧૭/૦૮/૨૦૧૮ ના રોજ શિવ તત્વનો મહિમા.
  • તા.૧૮/૦૮/૨૦૧૮ પંચાક્ષરનો મહિમા.
  • તા.૧૯/૦૮/૨૦૧૮ ગણેશજી તથા કાર્તિકે પ્રાગટ્ય મહિમા.
  • તા.૨૦/૦૮/૨૦૧૮ શિવજીના અવતારનો મહિમા.
  • તા.૨૧/૦૮/૨૦૧૮ દ્વાદશ જ્યોતિર્લિંગની કથા.
  • તા.૨૨/૦૮/૨૦૧૮ નર્કોનું વર્ણન તથા પાપોના પ્રાયશ્ચિતની કથા. તથા તા.૨૩/૦૮/૨૦૧૮ ના રોજ હનુમાનજી અવતાર, કૃષ્ણ તથા ઉપમન્યુંનો સંવાદ તથા પૂર્ણાહુતિનું આયોજન રાખવામાં આવેલ છે.

આ કથાનો લાભ લેવા માટે ઘણી મોટી સંખ્યામાં ભવિભક્તો વૈજનાથ મહાદેવ ખાતે ઉપસ્થિત રહે છે અને આ કથા હજી વધુ ને વધુ લોકો ઉપસ્થિત રહી પરમપુજ્ય શાસ્ત્રી ગિરધારભાઈ ઉપાધ્યાયના મુખેથી આ શિવકથા અને અવીશમરણીય એવા દ્રસ્ટાંતોનો લાભ લે તેવી આયોજક ભક્તગણોએ દાહોદની ધર્મપ્રેમી જનતાને લાભ લે તેવું નિવેદન કર્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here