દાહોદના સંજેલીના ઇટાડી ગામેથી S.O.G.એ ભારતીય ચલણની ₹.1,74,900/- ની નકલી નોટો સાથે ત્રણ ઈસમોને ઝડપી પડ્યા

0
684

 

 

THIS NEWS IS SPONSORED BY : RAHUL MOTORS

દાહોદ જિલ્લા પોલીસ વડા પ્રેમ વીર સિંહ દ્વારા SOG ચાર્ટર લગતી કામગીરી કરી ગેરકાયદે હથિયારો, બનાવટી નોટો અને NDPS ની પ્રવૃત્તિ ઉપર વોચ રાખી કામગીરી કરવાની સૂચના આપતા દાહોદ જિલ્લા SOG પી.આઈ. એન.જે.પંચાલ અને તેમની ટીમના માણસો સાથે રાખી નાકાબંદી કરી હતી. તે દરમિયાન SOG ની ટીમે એક ગાડીને રોકી પૂછપરછ કરી તપાસ કરતા તેઓની ગાડી માંથી ₹.1,74,700/- ની નકલી ચલણી નોટો ઝડપાઇ હતી.

સંજેલીના ઇટાડી ગામે SOG ની ટીમે જે કાર્યવાહી કરી છે તેમાં મહારાષ્ટ્ર પાસિંગની એક ક્રેટા કારમાં ત્રણ યુવાનો પૈકી ૧.જીગ્નેશ પટેલ, ૨. દેવેન્દ્ર પરમાર ગાંધીનગર અને ૩. જુબિન પટેલ અમદાવાદની પાસેથી ₹.2000ના દરની 25 નોટ, ₹.500 ના દરની 71 નોટ અને ₹.200ના દરની 47 નોટો મળી કુલ મળી ₹.1,74,900/- અને મોબાઈલ અને ક્રેટા કાર મળી કુલ 5 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી સઘન પૂછપરછ કરતા તેઓને આ નકલી નોટો મહારાષ્ટ્રના એક ઇસમે આપી હોવાનું જણાવ્યું હતું અને દાહોદમાં ઢાળસિમળ ગામે આ નોટો એકની ડબલ કરવા માટે આવ્યા હતા અને પોલીસે આ ત્રણે આરોપીને ઝડપી લીધા છે અને આગળની પૂછપરછ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here