દાહોદના સંજેલીમાં તાલુકા  પ્રમુખ સાથે આવેલા ઈસમે દવા કરવાની બાબતે ઉગ્ર થઇ CHC ના ડોક્ટર હસમુખ રાઠોડ ને લાફો ઝીંકતા મામલો પોલીસ મથકે પહોંચ્યો 

0
490

faruk patel

logo-newstok-272-150x53(1)FARUK PATEL SANJELI 
દાહોદ  જિલ્લાના સંજેલી ખાતે CHC સેન્ટર ઉપર એક મહિલાને કૂતરું  કરડી જતા સારવાર માટે લાવવામાં આવી  હતી. પરંતુ  વાયેલ નામનું ઇન્જેકસન ન હોવાથી ડોક્ટર હસમુખ રાઠોડ એ કહ્યું કે મારા  પૂછી ને ટ્રીટમેન્ટ કરુંછું  વાયેલ નથી તો શું  કેવી રીતે તેમ કેહતા પેસન્ટ અને સગાઓ જતા રહ્યા અને ત્યાર બાદ થોડીજ્વાર માં સંજેલી તાલુકા પ્રમુખ  CHC પાર ધસી આવ્યા અને તેઓ  ચૅમ્બરમાં ઘુસી જઈને બેફામ  હતા અને ડોક્ટર કહ્યું કે હું હમણાં નવોજ આવ્યો ચુ મને મારા સિનિયર ને પૂછવું પડે અને તમે સાંભળો દવા સારવાર થશે પણ પેહલા યશે મંગાવી ને મૂકવું પડશે. પણ આ બધી બાબતે તાલુકા પ્રમુખ અને તેમના સાગરીતો કઈ સમજ્યા નહિ અને અંતે વધુ અસભ્ય ભાષા અને હાથ બતાવી વાતો કરતા ડોકટરે અટકાવતા કહ્યું કે ભાઈ હું પણ એક કર્મચારી ચુ મને ગમે તેમ ના બોલો  તાલુકા પ્રમુખે કહ્યું કે તું મને નથી ઓળખતો હું કોણ છું ?
                       તો પછી ચૂપ રે અને સીધો દીધો કામ કર આવું કેહતા ડોક્ટર રાઠોડે તેઓ ને કહ્યું કે ભાઈ સભ્યતાથી વાત કરો તમે ગમેતે હો, આ વાતે તાલુકા પ્રમુખ સાથે આવેલ એક ઈસમે ડોક્ટર રાઠોડ ને લાફો ઝીંકી દીધો અને ત્યાર બાદ ડોક્ટર પોલીસ ને આ બાબતે રજૂઆત કરવા જતા પોલીસે ફરિયાદ ના લેતા ડોક્ટર ભૂખ હડતાલ પર બેસી ગયા અને પોલીસ ફરિયાદના લે ત્યાં સુધી ભૂખ હડતાલ ચાલુ રાખીશ તેમ કહી બેસી જતા જિલ્લા આરોગ્ય અધિકારીને આ  ઘટનાની જાણ થતા તેઓ સ્થળ પાર દોડી આવ્યા અને તેઓ એ મીડિયા સમક્ષ પણ કહ્યું કે મારા કર્મચારીને માર મરેલો ચોખ્ખો  અમે  કાર્યવાહી કરીશું। ત્યાર બાદ સંજેલી પોલીસને અરજી આપી અને સંજેલી પોલીસે અરજીના આધારે માર મારનાર ઈસમની તાપસ હાથ ધરી છે.
શું આ લાફો માર્યો એ વ્યાજબી છે ?
શું લાફો મારવાથી સ્ટોકમાં ન હતું એ ઇન્જેકસન આવી ગયું ?
શું જો ડોકટરે દવાખાનામાં પહેલેથીજ ખૂટતી  ધ્યાન રાખ્યો હોત  તો આ ઘટના બનતી ખરી ? 
આ બધામાં સૌથી વધારે નુકશાન કોને થયું દર્દીને કારણ કે આ ઝગડા ટંટામાં તેની સારવારમાં વિલંબ થયો. તો ખરેખર આ મામલો શાંતિ થી પતાવી શકાયો હોત તોય કેમ ના પટાવાયો?
શું સંજેલી તાલુકા પ્રમુખ પ્રજાના પ્રતિનિધિ અને હોદ્દેદાર તરીકે કર્મચારી અને પ્રજા  સંકલન બનાવવામાં નિષ્ફળ ગયા ?
શું નેતાગીરી માત્ર અને માત્ર દાદાગીરીથીજ કામો કરવી શકે ?
આવા અનેક પ્રશ્નો છે જે આજે દાહોદ જિલ્લાની જનતાના મુખે ચર્ચાઈ રહ્યા છે.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here