દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાનાં મુખ્ય મથક સંજેલી ખાતે તા.૦૭/૦૨/૨૦૨૦ ને શુકવારના રોજ ભગવાન વિશ્વકર્મા જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સંજેલી, ભુગેડી, સુખસર, ફતેપુરા, લીમડી, ઝાલોદ, કદવાલ ગામના – પંચાલ સમાજના ભાઇબહેનોએ મોટી સંખ્યામાં વહેલી સવારથી જ પુષ્પસાગર તળાવ પાસે નવીન બનેલા ભગવાન વિશ્વકર્માજીના મંદિરે થી ભવ્ય શોભાયાત્રા ભજન કિર્તન સાથે સંજેલી નગરમાં ફરી હતી. અને ત્યારબાદ પરત મંદિરે પરત ફરી હતી ત્યાં આરતી કરી ભોજનપ્રસાદીનો સૌ ભાવિભક્તોએ લાભ લીધો હતો.
