દાહોદના સંજેલી તાલુકાના ઈટાડી ગામે ૩૫ વર્ષના અજાણ્યા યુવાનની મળી લાશ

0
1196

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકમાં આવેલા ઈટાડી ગામના રોડ પર ગઈ કાલે તા.૨૧/૦૫/૨૦૨૦ ને ગુરુવારના રોજ સાંજના અંદાજે ૦૬:૦૦ થી ૦૭:૦૦ વાગ્યાની આસપાસ વિપુલભાઈ બહાદુરભાઈ ડામોર ઉ.વ. – ૩૫ વર્ષનાની લાશ પડેલ હતી. તેઓ અસ્થિર મગજના હોવાનું માલુમ પડેલ છે. એક બાજુ સમગ્ર દેશમાં અને જિલ્લામાં કોરોના વાઇરસના લીધે લોકડાઉનની પરિસ્થિતિના કારણે રસ્તા પર લોકોની અવરજવર ઓછી હોય છે, પરંતુ આ યુવાનને ટીબી તેમજ તે અસ્થિર મગજનો હોવાનું માલુમ પડેલ છે. તેવા સમયે આ યુવાનને શું થયું હશે તે જાણી શકાયું નથી. કદાચ ભારે ગરમીના કારણે પણ તેનું મૃત્યુ થયું હોય તેવી લોકચર્ચા ચાલી રહી હતી. તેની લાશને આજુબાજુના લોકોએ દેખતા કેટલાક યુવાનોએ તેમજ પ્રવીણભાઈ નારસીંગભાઈ ડામોરને જાણ કરતાં તેઓએ સંજેલી પોલીસ સ્ટેશનમાં બનાવની જાણ કરી હતી.

પોલીસે આ યુવાન કોણ છે ? કેવી રીતે મરી ગયો ? શુ કોઈકે તેને મારી નાખ્યો છે ? તેવી બાબતની તપાસ હાથ ધરી હતી. ત્યારે આ યુવાનની લાશને પોલીસે પોસ્ટમોટમ માટે સંજેલી આરોગ્ય કેન્દ્રમાં મોકલી દેવામાં આવી હતી. વધુમાં તેના શરીર ઉપર કોઈ પણ પ્રકારના શંકાસ્પદ નિશાનો દેખાયા નથી. તેનું મોત કુદરતી રીતે થયું હોવાનું પ્રાથમિક તારણમાં બહાર આવ્યુ હતું. વધુમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here