દાહોદના સંજેલી નગરમાં સોસીયલ ડિસ્ટેંશન જાળવવા માટે સંજેલી મામલતદાર દ્વારા સુચના આપવામાં આવી

0
212

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં લોકડાઉનના પગલે લોકોને રોજિંદી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ તેમજ કરિયાણું દુકાનો ઉપર સરળતાથી લોકોને જરૂરીયાતની વસ્તુઓ લેવા માટે સોસીયલ ડિસ્ટેંશન જળવાઈ રહે તેમજ શાકભાજી લઇને આવતા ગામડાના લોકો કોરોનાનાં પગલે સાવચેતી રાખી બેસી શકે, તે માટે જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ ઝાલોદ નાયબ કલેક્ટર, સંજેલી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સંજેલી ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સંજેલી P.S.I. એ સંજેલી ગુરૂ ગોવિંદ ચોક બસ સ્ટેશન વિસ્તારની ખુલ્લી જગ્યામાં શાકભાજી વિતરણ કરવાની બેઠક વ્યવસ્થા માટે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમજ કામ સિવાય રખડતા આવતા વાહન ચાલકો સામે  કડક કામગિરી કરાવવા માટે સૂચન કર્યું હતું. કરિયાણું તેમજ શાકભાજી ખરીદી કરવા આવતા લોકોને પોતાની બાઈક જેવા સાધન ગામ બહાર પાર્કિંગ કરવા વ્યવસ્થા કરી હતી. કોઈ પણ જગ્યાએ ખોટી ભીડ ન થાય તે માટે પોલીસ તંત્રને તેમજ સંજેલી સરપંચને સૂચના આપવામાં આવી હતી. હાથલારીમાં શાકભાજી વેચવું હોય તે માટે થોડા સમય માટે છૂટ આપવામાં આવી હતી. સંજેલીના ચારેબાજુ ના રસ્તાઓ ઉપર કડક પોલીસ નિગરાની માટે પણ સૂચન કરવામાં આવ્યું હતું. રિયું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here