દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરે માનગઢ ધામે ગુરુગોવિદની પ્રતિમાના દર્શન કરી, આરતી ઉતારી શરૂ કર્યો પોતાનો પ્રચાર પ્રસાર

0
408

 PRAVIN KALAL –– FATEPURA 

 

દાહોદ ભાજપના લોકસભાના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરે માનગઢ ધામે ગુરુગોવિદની પ્રતિમાના દશઁન કરી, આરતી ઉતારી પ્રચાર પ્રસાર શરું કર્યો. સંતરામપુર ફતેપુરા તાલુકામાં ઠેર ઠેર સભાઓ કરી. એક બાર મોદી સરકારના નારા સાથે નરેન્દ્રભાઈ મોદીને ફરી વડાપ્રધાન બનાવવા હાકલ કરી.

દાહોદ ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરે આજે તા.૩૧/૦૩/૨૦૧૯ ના રવિવારના રોજ માનગઢ ધામની પવિત્ર ભૂમિ પરથી ગુરુગોવિદની પ્રતિમાના દશઁન કરી પુષ્પ અપણઁ કરી આરતી ઉતારી પોતાના સમથઁકો સાથે ગુરુગોવિદના જયકારા સાથે સંતરામપુર તાલુકાના ખેડાપા ગામેથી પ્રચાર પ્રસાર શરું કયૉ હતો. ત્યાર બાદ ઉમેદવારે ફતેપુરા તાલુકા ગઢરા, સલરા, મોટીરેલના ગામોમાં ઠેર ઠેકાણે સભાઓ યોજી હતી.

આદિવાસી લોકો દ્વારા પોતાની સંસ્કૃતિ પ્રમાણે ગામે ગામ ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરનું ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જાહેર જનતાને જસવંતસિંહ ભાભોરે સંબોધી તાલુકા જીલ્લામાં પોતાના સમય કાળ, દાહોદ જીલ્લા દરમિયાન કરવામાં આવેલ વિકાસ કર્યો તેમજ સરકાર દ્વારા કરવામાં આવેલ વિકાસ કાર્યોની ગાથા ગાઇ  સરકારની તમામ યોજનાઓનો લાભ લેવા લોકોને આહવાન કરી આવનાર સમયમાં દાહોદ જીલ્લાનો સવાઁગી વિકાસ કરવાની ખાતરી આપી પોતાને જંગી બહુમતીથી જીતાડવા લોકોને આહવાન કરી કોંગ્રેસ મુકત દાહોદ જીલ્લાને કરવા જન જનને અપીલ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here