દાહોદના M.G.V.C.L. ના કર્મચારીઓ અને અધિકારીઓએ આજે પોતાની માંગણીને લઈને સરકાર વિરુદ્ધ કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કર્યા

0
158

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અને તેને સંલગ્ન સાતેય કંપનીઓમાં ફરજ બજાવતા ૫૫૦૦૦ થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓના સામૂહિક લાભો જેવા કે સાતમા વેતન પંચની અમલવારી પછી મળવાપાત્ર એચ.આર.એ. અને એલાઉન્સ એપ્રિલ – ૨૦૧૬ થી ચૂકવી આપવા, જી.એસ.ઓ. – ૦૪ મુજબ સ્ટાફ મંજૂર કરી તાત્કાલિક ભરતી કરવી, હાલની મેડિકલ સ્કીમ સુધારવી, હક રજાના પૈસા રોકડમાં ચૂકવી આપવા, નોન ટેકનિકલ કેડરમાં સીધી ભરતી બંધ કરી ખાતાકીય કર્મચારીઓ ને પ્રમોશન આપવા, ટેકનીકલ કર્મચારીઓને જોખમી કામગીરી સામે એલાઉન્સ આપવું તે સહિતની અનેક માંગણીઓ તા.૦૭/૦૯/૨૦૧૮ થી કરવામાં આવેલ હતી, પરંતુ છેલ્લા ૨ વર્ષથી વધુ સમયથી કોઈ સકારાત્મક નિરાકરણ નહીં આવતા આખરે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઈબી એન્જિનિયર એસોસિએશન દ્વારા સંયુક્ત લડત કરવાની નોટિસ તા.૨૧/૧૦/૨૦૧૯ થી આપવામાં આવેલ પરંતુ નિયત કરેલ સમયમર્યાદામાં મેનેજમેન્ટ તરફથી કોઈ મીટીંગ કે ચર્ચા નહીં થતા આખરે નિર્ધારિત આંદોલનના કાર્યક્રમ મુજબ આજે તા.૦૮/૧૧/૨૦૧૯ ને શુક્રવારના રોજ તેઓની સાચી અને ન્યાયિક માંગણીઓ અન્વયે તમામ અધિકારીઓને આવેદનપત્ર આપવા નક્કી કરેલ.ગુજરાતના વીજ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા ગુજરાતની ઔદ્યોગિક પ્રગતિમાં અને શહેરી અને ગ્રામ્ય પ્રજાને સાતત્યપૂર્ણ વીજળી પૂરી પાડવા તેમજ ગુજરાતના સર્વાંગી વિકાસમાં ઉર્જા ખાતાનું અનેરૂ યોગદાન છે અને આવી ઉત્તમ કામગીરી થકી ગુજરાતનું નામ સમગ્ર દેશમાં રોશન થયેલ છે.

  • સમગ્ર ભારતમાં સૌપ્રથમ ગુજરાતના દરેક ગામડાઓ સહીત ૨૪ કલાક વીજળી પૂરી પાડવાના આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના સપનાને સાકાર કરવાનું ભગીરથ કાર્ય ગુજરાતના વિવિધ કર્મચારીઓ/અધિકારીઓએ પૂર્ણ કરેલ છે.
    ગુજરાતમાં અનેક કુદરતી આફતો જેવી કે ભૂકંપ, પૂર અને વાવાઝોડાની પરિસ્થિતિમાં વીજ પુરવઠો ખૂબ ટૂંકા સમયમાં પૂર્વવત કરી ગુજરાતની પ્રજાની સુખાકારી માટે જીવના જોખમે કર્મચારીઓએ પોતાની ફરજ બજાવી છે.
  • કેન્દ્ર અને ગુજરાત સરકારની તમામ યોજનાઓ અને પ્રોજેક્ટ અને કામના ભારણ મુજબ ખૂબ ઓછા સ્ટાફ હોવા છતાં સમયસર અમલીકરણ કરી સરકારની કીર્તિમાં વધારો કરેલ છે તથા ઊર્જા ક્ષેત્રે વિકાસ બમણો કરેલ છે તેમ પ્રજાલક્ષી કામગીરીને સમયસર કરી વીજ કર્મચારીઓ/અધિકારીઓએ પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા સાબિત કરે છે.
  • છેલ્લા ૭ વર્ષથી ભારતભરની સરકારી વીજ કંપનીઓમાં ગુજરાતની ચારેય ડિસ્કોમ પ્રથમ સ્થાને છે અને ગુજરાત સરકારનું ગૌરવ વધારેલ છે. આ રેટિંગ કેન્દ્ર સરકારના ઉર્જા મંત્રાલય દ્વારા નિર્ધારિત કરેલ હોય અને તે મુજબ હાંસલ કરવામાં આવેલ છે. વીજ કર્મચારીઓ/અધિકારીઓની ઉત્તમ કામગીરી થકી ગુજરાતના વીજ ગ્રાહકોને આપેલ ઉત્તમ વિવિધ સુવિધાઓ પુરી પાડવા પરિણામ સ્વરૂપ છે.
  • ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ સંપૂર્ણ આર્થિક આત્મનિર્ભર અને સ્વાયત સંસ્થા છે અને પોતાનું સમગ્ર નાણાકીય બજેટને સ્વતંત્ર રીતે આયોજન કરી પોતાનો વહીવટ, સંસ્થાનો ખર્ચ ચલાવે છે. તેમજ ગુજરાત સરકાર ઉપર કોઈ આર્થિક બોજો with કર્મચારીઓ/અધિકારીઓને આપવા પાત્ર લાભો નો પડતો નથી.
  • ગુજરાત સરકાર દ્વારા પણ ગુજરાતના તમામ વિભાગોની કામગીરીનું મૂલ્યાંકન કરી રેટિંગ આપવામાં આવેલ છે. જે કામગીરી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલ. તેમાં પણ રાજ્યના ઉર્જા ખાતાને સર્વોચ્ચ રેટિંગ મળેલ છે. જે ફક્ત ઉર્જા ખાતાના કર્મચારીઓ અને અધિકારીઓની કામગીરી ને પ્રમાણિત કરેલ છે.

ઉપરોક્ત સત્ય અને વાસ્તવિકતા ને ધ્યાને લીધા વગર વીજ કર્મચારીઓને પોતાના સાચા હક્કો અને આર્થિક લાભો અને મળવા પાત્ર સવલતોથી વંશત રાખેલ છે જે માટે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડને ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા અવાર નવાર સરકારના પદાધિકારીઓ અને મેનેજમેન્ટને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ સકારાત્મક નિરાકરણ નહીં આવતા આખરે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ વીજ કર્મચારીઓ અને અધિકારીઓને પડેલ છે. જે અંગે તેઓની સાચી અને ન્યાયિક માંગણીઓ પૂરી કરવા અનિવાર્ય બનેલ છે. આમ આગામી તા.૧૪/૦૧૧/૨૦૧૯ ના રોજ ગુજરાતની તમામ ડિસ્કોમ, પાવર સ્ટેશન અને જેટકોના કર્મચારીઓ અને અધિકારીઓ સામૂહિક રજા (માસ સી.એલ) ઉપર રહી પોતાનો વિરોધ પ્રદર્શિત કરશે અને આ સમય દરમિયાન વીજ વિક્ષેપ અને જે પરિસ્થિતિ ઊભી થશે તેની સંપૂર્ણ જવાબદારી મેનેજમેન્ટની રહેશે. તેવું જીઈબી એન્જીનિયર્સ એસોસિએશનના મહામંત્રી એમ.આઈ. નાયક સાહેબે NewsTok24 ના અમારા તંત્રીને જણાવ્યું હતું.

એમ.જી.વી.સી.એલ. ના એન્જીનિયર એસોસિયેશનના કર્મચારીઓ પણ ખૂબ લાંબા સમયથી હડતાળ ઉપર છે તો શું સરકાર તેમની માંગણીઓ સ્વીકારશે ખરી ? ? ? શું એમની લાગણીઓને ધ્યાન ઉપર લેશે ખરી? ? ? કે પછી આ બધી માંગણીઓ પ્રત્યે આંખ આડા કાન કરીને અવગણના કરશે ????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here