દાહોદની આર.એન્ડ એલ પંડ્યા હાઇસ્કુલમાં “શાળા પ્રવેશ ઉત્સવ” શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં યોજાયો

0
262

 

 

THIS NEWS IS SPONSORED BY: RAHUL HONDA MOTORS – DAHOD

રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આજે ૨૩ મી જૂન ના દાહોદ જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ હતો જેમાં ૨૩-૦૬-૨૦૧૮ના રોજ દાહોદ નગરપાલિકા શહેરી વિસ્તારના શાળા પ્રવેશોત્સવ અને કન્યાકેળવણી મહોત્સવના કાર્યક્રમમાં સવારે ૮-૦૦ થી ૧૦-૦૦ આર.એન્ડ એલ પંડ્યા હાઇસ્કુલ ખાતે યોજાયો હતો જેમાં શિક્ષણ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા.
ત્યારબાદ ૧૧-૩૦ કલાકે મોડેલ સ્કુલ, પ્રાંત કચેરીની બાજુમાં લીમખેડા તેમજ લીમખેડા અને ધાનપુર તાલુકાના સરપંચો તથા શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. અને તેઓ એ દાહોદ માં તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે 2003 શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં શાળા પ્રવેશ ઉત્સવ નિયમિત થાય છે જેનાથી બાળકોનું 100 % નામાંકન થયું છે . ડ્રોપ આઉટ રેશીયો જે 38% ટકા હતો તે 3% થયો છે. હમેં શાળા પ્રવેશ ઉત્સવમાં શિક્ષણની સાથે સાથે લોકશિક્ષણ ના વિષયો જેવા કે બેટી બચાઓ, પર્યાવરણ, પાણી બચાઓ અને સ્વચ્છતા અભિયાન વગેરે ઉપર પણ હમેં સાથે સાથે લઈએ છીએ અને જે નાના ભૂલકાઓ સરસ મજાનું તૈયાર કરીને આવે છે .અને ગઈ કાલે બરોડાની શાળામાં એક વિદ્યાર્થી સાથે તે બન્યું તે બાબતે હું ખૂબ દિલગીર છું ભગવાન તેની આત્માને શાંતિ આપે અને આવું કોઈ પણ બાળક સાથે ના બને તેવું ઈચ્છું છૂ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here