સમગ્ર ભારતમાં અને દાહોદ જિલ્લામાં એક બાજુ આજે તા.૧૭/૦૫/૨૦૨૦ ને રવિવારના રોજ લોકડાઉન ફેઝ 3 નો છેલ્લો દિવસ છે અને લોકો લોકડાઉન ક્યારે ખુલશે તેની દ્વિધામાં છે ત્યારે તા.૨૫/૦૩/૨૦૨૦ ના રોજ થી જે લોકડાઉનના ફેઝ 1 થી લઈને ફેઝ 3 ના આજે તા.૧૭/૫/૨૦૨૦ ને રવિવારે પૂરું થઈ રહ્યું છે ત્યાર સુુધી દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાની ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને ગુરુકુલ એજ્યુકેશન અને રિસર્ચ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રોજના 1500 માણસો માટે જમણવાર પૂરું પાડવામાં આવે છે. અને તેમના દ્વારા લગભગ 1000 જેટલી ખાદ્યસમગ્રીની કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. લોકડાઉન ના શરૂઆત થીજ આ ભગીરથ કાર્ય કરી દેવગઢ બારીયાની આ સ્વયંસેવી સંસ્થા અને રેડક્રોસ ઘ્વારા સમાજમાં એક આલાયદુ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
